Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

ગઝનીમાં અફઘાન સૈનિકોની શિબિર પર હુમલો કરતા ર૩ સૈનિકોના મોત

લોસએન્જલસ , નવી દિલ્હી, 15 ડિસેમ્બર (હિ.સ.) શનિવાર રાતના એક અજ્ઞાત હુમલાવરે,સેન્ટ્રલ ગઝની માં અફઘાન સૈનીકોની શિબિર પર હુમલો કરી સુતેલા 23 સૈનિકોને મારી નાખ્યા. ન્યુયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર આ અજ્ઞાત હુમલાવરે શિબિરમાં રાખેલા બધા અસ્ત્ર, શસ્ત્ર અને બારૂદ લઈને રફુચક્કર થઇ ગયો.

તાલીબાનના પ્રવક્તા જબીબુલ્લા મુજાહિદ્દીને દાવો કર્યો છે કે, આ ઘટના બની ત્યારે શિબિરમાં 24 સૈનિકો હતા. આ હુમલાને લઈને એક ભ્રામક સ્થિતિ બનેલી છે. શિબિરની બહાર ચૌકી કરનાર વ્યક્તિ કોણ હતો ? જેને આ હુમલો કર્યો. બીજી બાજુ અફઘાનીસ્તાનના રક્ષા વિભાગના પ્રવક્તાએ હુમલાની પુષ્ટિ કરી છે. પરંતુ મરનારની સંખ્યા કેવળ નવ બતાવી છે. એવું કહેવાય છે કે, આ વિસ્તારમાં આવા તાલીબાની હુમલાઓ થતા રહે છે.

(2:49 pm IST)