Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

અમેરિકાના શિકાગોમાં યોજાઇ ગયેલી ''થેંકસ ગીવીંગ પરેડ'': ૨૦ જેટલા બેન્ડ, ૧૩ ધાર્મિક ફલોટસ, ૧૮ સાંસ્કૃતિક ગૃપ, તથા રંગબેરંગી ફુગ્ગાઓ હવમાં ઉડાડી હજારો લોકો જોડાયાઃ પંજાબ કલ્ચરલ સોસાયટીએ પણ ભાગ લઇ શીખ ધર્મના સિધ્ધાંતો દર્શાવ્યા

શિકાગોઃ યુ.એસ.ના શિકાગોમાં ૨૮ નવેં.૨૦૧૯ના રોજ યોજાયેલી ''થેંકસ ગીવીંગ પરેડ''માં પંજાબ કલ્ચરલ સોસાયટીએ પણ ભાગ લીધો હતો.

શિકાગોમાં મોટામાં મોટી ગણાતી આ પરેડમાં અનેક ફલોટસ, ફુગ્ગાઓ, તથા બેન્ડ માર્ચ સાથે વિશાળ સંખ્યામાં લોકો જોડાય છે જે ૩ કલાક સુધી ચાલે છે. જે ૩ કલાક સુધી ચાલે છે જેમાં ૨૦૦૫ની સાલથી પંજાબ કલ્ચરલ સોસાયટી (PCS) જોડાય છે. તથા પોતે અમેેરિકાના દરેક ઉત્સવોની સાથે છે તેની પ્રતિતિ કરાવી શીખ ધર્મના સિધ્ધાંતોનો ફેલાવો કરે છે.

ઉલ્લેખનીય છે કે પરેડમાં ૨૦ જેટલા બેન્ડ, ૧૩ જેટલા ધાર્મિક ફલોટસ ૧૮ જેટલા સાંસ્કૃતિક ગૃપ તથા રંગબેરંગી ફુગ્ગાઓ હવામાં ઉડાડવાની સાથે હજારો લોકો દર વર્ષે જોડાય છે.

(9:03 pm IST)