Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

નવરાત્રિમાં મંદિરને ચાર કરોડની કેશ અને ચાર કિલો સોનાથી શણગાર્યુ

વિશાખાપટ્ટનમ  તા. ૧૫ : આંધ્રપ્રદેશનાં વિશાખાપટ્ટનમમાં નવરાત્રિનાં અવસર પર એક મંદિરને અનોખી રીતે સજાવવામાં આવ્યું છે જે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ મંદિરને ફૂલો કે તોરણોથી નહીં પરંતુ ચાર કરોડની રોકડ નોટો તેમજ ચાર કિલો સોનાથી શણગારવામાં આવ્યુ હતું. આ મંદિર ૧૩૦ વર્ષ જૂનુ છે તેથી તે મંદિરનુ સત પણ ખૂબ વધારે છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, વિશાખાપટ્ટનમમાં વાસવી કન્યકા પરમેશ્વરી મંદિરને જે રીતે શણગારવામાં આવ્યું છે તે જોઈને કોઈ પણ મોહિત થઈ જાય. મંદિરમાં માતાજીની મૂર્તિ પાછળ તેમજ સમગ્ર પરિસરમાં ચાર કરોડ રૂપિયાથી સજાવટ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, નવરાત્રીના પવિત્ર અવસર પર આ મંદિરમાં દર વર્ષે માતાજીની મૂર્તિને ખાસ પ્રકારનો શણગાર કરવામાં આવે છે.

(11:53 am IST)