Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

નમામિ ગંગે : ગંગા સફાઈનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી-મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ નિરીક્ષણ કર્યું

અટલ ઘાટ પહોંચીને નૌકાવિહાર દ્વારા નિરીક્ષણ : નેશનલ ગંગા કાઉન્સિલની પ્રથમ બેઠકમાં નમામિ ગંગેની યોજના પર ચર્ચા : રાવત- કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકર અને શેખાવત હાજર

કાનપુર,તા. ૧૪ : કાનપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ ગંગા કાઉન્સિલની પ્રથમ બેઠકમાં નમામિ ગંગે પ્રોજેક્ટ પર મંથન કર્યું હતું. વડાપ્રધાન ત્યારબાદ અટલઘાટ પહોંચીને નૌકાવિહાર કરીને ગંગા સફાઈનું નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાને પહેલા ચંદ્રશેખર આઝાદ યુનિવર્સિટીમાં નમામિ ગંગે પ્રદર્શનીનું નિરીક્ષણ કર્યું હતું. ગાળા દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તરખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ, કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકર અને નરેન્દ્ર સિંહ તોમર સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોદીએ ચંદ્રશેખર આઝાદ યુનિવર્સિટીમાં નેશનલ ગંગા કાઉન્સિલની બેઠકમાં નમામિ ગંગે પ્રોજેક્ટ પર વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. બેઠક બાદ વડાપ્રધાને ગંગા પર યોજનાના પ્રભાવને જોવા માટે નૌકાવિહાર કર્યું હતું.

               સાથે સાથે મોદીએ અટલઘાટ પહોંચીને સ્ટીમર મારફતે ગંગાની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ગંગા કાઉન્સિલની બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. મોદીએ નૌકાવિહાર મારફતે કાનપુરના સિસામઉનાળાની વાસ્તવિકતા નિહાળી હતી. પહેલા ગંગા કાઉન્સિલની બેઠક બાદ મોદીએ જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. ટ્રાફિક વ્યવસ્થા પહેલાથી મજબુત કરવામાં આવી હતી. પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, નદીઓમાં પ્રદુષિત તત્વો નાખવાની પ્રક્રિયા બંધ થવાથી જળમાં ઉલ્લેખનીય ફેરફાર જોવા મળશે. તેમણે ઉમેર્યું હતું કે, સંબંધિત વિભાગોને કડક સુચના આપવામાં આવી છે.

              મોદીએ આજે જુદા જુદા પાસાઓ પર ધ્યાન આપ્યું હતું પરંતુ ગંગા સફાઈને લઈને હજુ પણ કોઈ નક્કર પ્રગતિ થઈ શકી નથી. ક્લિન ગંગા મિશન હેઠળ સરકારે વર્ષ ૨૦૨૦ સુધી ગંગાને સ્વચ્છ કરવા માટે વચન આપ્યું છે. આના માટે ૨૦ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવાની વાત થઈ રહી છે. તાજા રિપોર્ટ મુજબ ચાર વર્ષ પસાર થઈ ગયા હોવા છતાં હજુ સુધી ક્લિન ગંગા મિશનમાં ૨૦ હજાર કરોડ પૈકી માત્ર ૨૫ ટકા રકમ ખર્ચ થઈ શકી છે. કેન્દ્ર સરકારના નમામિ ગંગે પ્રોજેક્ટ બાદ પણ હજુ સુધી પ્રવિત્ર નદી ગંદી જોવા મળે છે. સરકારે ૨૦૨૦ મહતલ નકકી કરી છે. નમામિ ગંગે પ્રોજેક્ટની લઈને નવી આશા જાગી છે. મોદી પ્રોજેક્ટને પણ સફળતાપૂર્વક પાર પાડશે તેમ માનવામાં આવે છે. જોકે, હજુ સુધી ઓછી રકમ ખર્ચ કરાઈ છે.

(7:55 pm IST)
  • મહારાષ્ટ્રના પાલઘર પંથકમાં 3,4 સ્કેલનો ભૂકંપનો આંચકો : લોકોમાં ફફડાટ access_time 12:06 am IST

  • વડાપ્રધાન મોદીના સંસદીય કાર્યાલય સામે વેપારીઓએ કર્યું અર્ધનગ્ન પ્રદર્શન : વારાણસીમાં ઈ-કોમર્સ કંપનીઓના વિરોધમાં છૂટક વેપારીઓ દ્વારા અનોખો વિરોધ કરાયોઃ વેપારીઓએ રવીન્દ્રપુરી સ્થિત પીએમ મોદીના સંસદીય કાર્યાલય પર અર્ધનગ્ન થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું access_time 1:11 am IST

  • ભાજપ છોડવાનો સીલસીલો શરૂ થયો : 'કેબ'ના વિરોધમાં આસામ અશાંત બન્યુ સાથે ભાજપ છોડવાનો સીલસીલો શરૂ થયાનું રાજસ્થાન પત્રિકા નોંધે છે. આસામીઝ અભિનેતા જતીન બોરાએ સહુપ્રથમ ભાજપને રામરામ કર્યાને આંદોલનમાં જોડાયા તે સાથે આ સીલસીલો શરૂ થયો છે. આસામ પેટ્રો કેમીકલના ચેરમેન જગદીશ ભુઈયાએ પણ રાજીનામુ આપ્યુ છે. access_time 1:26 pm IST