Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ચિત્રકૂટમાં અંધાધૂંધ ૮ ઈંચ વરસાદ

મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં અંધાધૂંધ વરસાદ પડ્યો છે. ગુરૂવારે બપોરે ૩ વાગ્યે શરૂ થયેલ વરસાદ ગઈકાલે મોડીરાત સુધી ચાલુ રહેલ. એકધારા ભારે વરસાદ અને ગઈરાત્રે માત્ર અડધો કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબકતા એક અંદાજ મુજબ ચિત્રકૂટમાં આઠેક ઈંચ જેવો ભારે વરસાદ પડી ગયો છે. ગઈ મોડી રાત સુધી વરસાદ ચાલુ હતો. લાઈટો ગૂલ થયેલ. રાજકોટના જાણીતા ટ્રાવેલ્સ એજન્સીવાળા શ્રી વાસુદેવભાઇ જાનીએ જણાવ્યુ છે કે અહિં ચિત્રકૂટમાં એકધારો વરસાદ ચાલુ છે તેઓ રાજકોટથી યાત્રાળુઓ સાથે નીકળ્યા છે.

(1:35 pm IST)