Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

પાકિસ્તાનમાં દુલર્ભ પક્ષીઓનો શિકાર : કતારના રાજવીઓની ધરપકડ

હૌબારા બસ્ટાર્ડના શિકાર કરવા રાજવી પરીવારો આવે છે : તેનાં માંસથી કામોનેજક હોવાની માન્યતા : કતારના શાસક પક્ષના સભ્યો સામેલ

ઇસ્લામાબાદ ,તા.૧૪ : પાકિસ્તાનના બ્લોચિસ્તાનપ્રાંતમાં આવેલા નુશકીજિલ્લામાં દુર્લભ પક્ષીઓનોશિકાર કરવા બદલ પાકિસ્તાની પોલીસે કતારના  ૭ નાગરિકની ધરપકડ કરી છે.  ધરપકડ કરાયેલાઓમાં કતારના શાસક અલ-થાનીપરિવારના સભ્યો સામેલ હોવાનું જણાવવામાં આવ્યું છે.

નુશકીના નાયબ પોલીસકમીશનર અબ્દુર્રઝાકસસોલીએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા વિદેશી નાગરિકો પાસે શિકાર કરવાનું લાઇસન્સ  કે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ નથી. ગત સપ્તાહે સમાન અપરાધ આચરવા બદલધરપકડ કરવામાં આવેલા ૧૨ લોકોમાં કતારના ચારનાગરિક હોવાનું જણાવવામાંઆવ્યું છે.

દાયકાઓથી કતાર, સંયુક્તઅરબ અમિરાત (યુએઇ) અનેસઉદી અરબના રાજવીપરિવારો મરઘી જેવા અનેદુર્લભ પક્ષી હૌબારા બસ્ટાર્ડની શોધમાં શિકારની સીઝન  દરમિયાન પાકિસ્તાનના પ્રવાસેઆવે છે. આ દુર્લભ પક્ષી હૌબારા બસ્ટાર્ડનું માંસકામોત્તેજક અને વાસનાજગાડનાર હોવાનું આ રાજવી પરિવારોનું માને છે.

અરબ દેશોના રાજવી પરિવારોસામાન્ય રીતે શિકારી બાજપક્ષીનો ઉપયોગ કરીને જંગલી  પક્ષીઓનો શિકાર કરે છે.તાલીમ પામેલા બાજથીજંગલી પક્ષીઓનો શિકાર કરવાની પ્રાચીન રમત છે અનેઆ રમત ખાસ કરીને યુએઇઅને કતારના રાજવી પરિવારો અને ઉચ્ચ વર્ગના લોકોમાં ભારેલોકપ્રિય છે.

(1:34 pm IST)