Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

રવિશકુમારને પ્રથમ ગૌરી લંકેશ એવોર્ડ અપાશે

નવી દિલ્હીઃ૨૦૧૯માં પ્રતિષ્ઠિત રેમન મેગ્સેસે એવોર્ડ મેળવ્યા પછી  વરિષ્ઠ પત્રકાર અને એનડીટીવી ઇન્ડિયાના એડિટર રવિશ કુમારને પ્રથમ ગૌરી લંકેશ મેમોરિયલ એવોર્ડ એનાયત કરવામાં આવશે.

એક ન્યુઝ વેબસાઇટના અહેવાલ મુજબ સમાચારોનું શ્રેષ્ઠ વિશ્લેષણ તેમજ મકકમ બિનસાંપ્રદાયિક વલણ બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ૫ સપ્ટેમ્બરના રોજ ગૌરી લંકેશ મેમોરીયલ ટ્રસ્ટે આ એવોર્ડની જાહેરાત કરી હતી.

નીડર પત્રકારીતા માટે જીવ ગુમાવનાર વરિષ્ઠ પત્રકાર ગૌરી લંકેશની યાદમાં ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે.

૨૩ વર્ષથી પત્રકાર તરીકે કામગીરી બજાવી રહેલા રવિશકુમારને ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ જમણેરી હુમલાખોરો દ્વારા ૫૫ વર્ષીય ગૌરી લંકેશની હત્યા કરી દેવામાં આવી હતી.

(3:31 pm IST)