Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

સોનિયા સક્રીય થતાં કોંગ્રેસમાં નવું જોમ

સંગઠન વધુ મજબુત બનશે તથા કાર્યકરોમાં ઉત્સાહ વધશે

નવી દિલ્હી,તા.૧૪: ઘણા દિવસો બાદ એક સારી ચર્ચા થઇ અને બેઠક યોજાઇ ફરી સાચી દિશા પર આવી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનીયા ગાંધીના અધ્યક્ષતામાં યોજાયેલી મહાસચિવો, પ્રભારીઓ પ્રદેશ અધ્યક્ષો અને વિધાયક દળના નેતાઓની બેઠક બાદ એક યુવા નેતાની આ ટીપ્પણી પક્ષ નેતૃત્વ કરીશ્માથી આશા માટે પુરતું છે. કારણકે અધ્યક્ષ તરીકે સોનીયા ગાંધીએ સંદેશ આપવામાં સફળ રહી કે સફળતા હમેશા સંઘર્ષ બાદ જ મળે છે.

અંદાજે એક વર્ષ આઠ મહીના બાદ કોંગ્રેસ અધ્યક્ષની બીજી વાર જવાબદારી સંભાળ્યા બાદ સોનીયા ગાંધીની ગુરૂવારે પક્ષ પદાધિકારીઓની સાથે પ્રથમ બેઠક હતી. અંદાજે ચાર કલાક ચાલેલી આ બેઠકમાં સોનીયા ગાંધીએ દરેક નેતાઓની વાત સાંભળી અને તેમના મંતવ્યો પણ આપ્યા. બેઠક બાદ એક અભિકારીએ કહ્યું કે એવું લાગી રહ્યું છે કે અમે ૨૦૦૪ની ચુંટણી પહેલાના માહોલમાં છીએ અમારી ભુલોમાંથી શીખ લઇને નવી રણનીતિ બનાવી રહ્યા છીએ.

પક્ષ અધિકારીઓની સાથે બેઠકમાં કોંગ્રેસ રહી કે રસ્તા પર સંઘર્ષ વગર સતા સુધી પહોચવું શકય નથી બીજીબાજુ આરએસએસ સાથે મુકાલતો કરવા માટે આપણી વિચારધારાને મજબુત કરવી પડશે. બુથથી રાજ્યોથી સુધછી કાર્યકર્તાઓની ફોજ ઉભી કરવી પડશે. તેથી જવાબદારી સંભાળણની સાથે જ તેઓએ તાલીમ પર જો ર આપ્યું .

સોનિયા ગાંધીને બેઠકમાં દરેક અધિકારીની વાત સાંભળવાના પ્રયત્નો કર્યા ચર્ચા દરમ્યાન તેઓએ અધિકારીઓને સવાલ પણ કર્યા અને તેના પ્રશ્નોના જવાબ પણ આપ્યા.

(11:19 am IST)