Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

પોલીસે ૫ વર્ષમાં ૩૪ લાખ ચાલકો પાસેથી દંડ પેટે ૩૩ કરોડ ખંખેર્યા

ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડ ઉદ્યરાવવાની સામે વાહનચાલકોનેે સુવિધા પણ આપોઃ સરકારને કરોડોની આવક છતાં રસ્તાઓ, સ્પીડ બ્રેકર, સિગ્નલો, ઝેબ્રા ક્રોસિંગના કોઈ ઠેકાણાં નથી

અમદાવાદ, તા.૧૪: કાળઝાળ મોંઘવારી અને મંદીના મારે સામાન્ય નાગરિકોની કમર તોડી નાંખી છે, ત્યારે કેન્દ્ર સરકારે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ  દંડની રકમમાં કરેલા તોતીંગ વધારાએે લોકોની હાલત વધુ કફોડી કરી છે. આગામી તા. ૧૬ સપ્ટેમ્બરથી નવા કાયદા હેઠળ પોલીસ દંડાત્મક કાર્યવાહી શરૂ કરનાર છે, ત્યારે છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો ટ્રાફિક નિયમોના ભંગ બદલ પોલીસે ૩૪,૬૮,૦૪૭ વાહન ચાલકો પાસેથી રૂ. ૩૩ કરોડના દંડની વસુલાત કરી છે.

સેન્ટ્રલ મોટર વ્હીકલ નિયમો અને મોટર વ્હીકલ  એકટની કલમોમાં સુધારા કરી ટ્રાફિક નિયમનના ભંગ બદલ દંડની રકમ રૂ. ૫૦૦થી લઈ ૫ હજાર સુધીની કરાઈ છે. જો, બીજી વખત કોઈ વાહન ચાલક પકડાય તો આ દંડની રકમ ડબલ થઈ જાય છે. આ નવા કાયદાને લઈ વાહન ચાલકોમાં અંદરખાને ફફડાટની સાથે જબરજસ્ત ઔરોષ જોવા મળી રહ્યો છે.લોકો સોશિયલ મીડિયા થકી પણ પોતાનો બળાપો ઠાલવી રહ્યાં છે.

અહીં સવાલ એ છે કે, અત્યાર સુધી કોર્પોરેશનના ખખડધજ રસ્તાઓ, ધારાધોરણ વગર આડેધડ બનાવેલા સ્પીડબ્રેકરો, ખુલ્લી વરસાદી કાંસો, ગટરો અને રખડતાં ઢોરના કારણે અનેક જિદંગીઓને દ્યરે જવાને બદલે રસ્તામાં જ દમ તોડવો પડયો છે.

જેનું કોઈ વળતર કોર્પોરેશન દ્વારા મૃતકના પરિવારને ચૂકવાતું નથી. દ્યણીવાર કોર્પોરશન પોતાની જવાબદારીમાં જ છટકી જાય છે. આવી જ રીતે બેફામ ગેરકાયદે દોડતાં ભારદારી તથા મુસાફરોની હેરાફેરી કરતાં વાહનો ગમે ત્યારે કોઈપણ નિર્દોષ નાગરિકનો ભોગ લઈ લે છે.

આવા કિસ્સાઓમાં પણ પોલીસ તંત્ર તરફથી મૃતકને કોઈ સહાય કરાતી નથી, ત્યારે સરકાર આવી ઘટનાઓમાં જવાબદારો સામે કેમ કોઈ પગલાં ભરતી નથી? તેમની સામે કેમ કોઈ દંડાત્મક કાર્યવાહી થતી નથી? તે સવાલ લોકોને સતાવી રહ્યો છે. પોલીસ તંત્રની વાત કરીએ છે, વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૮ સુધીમાં ૩૪,૬૮,૦૪૭ વાહન ચાલકો પાસેથી રૂ. ૩૩ કરોડના દંડની વસુલાત કરી છે, પરંતુ તેની સામે શહેરના રસ્તાઓ, સ્પીડ બ્રેકર, સિગ્નલો કે ઝેબ્રા ક્રોસિગના કોઈ જ ઠેકાણાં નથી.

ભૂતકાળમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો તથા કોન્સ્ટેબલો દંડાત્મક કાર્યવાહી કરતાં હોવાના મુદ્દે ભારે હોબાળો મચ્યો હતો. જેથી નવા કાયદામાં તેમને સત્તા જ આપવામાં આવી નથી. લાયસન્સ, વીમો, પીયુસી, આર.સી. બુક, અડચણરૂપ ર્પિાકગ, કાર પર ડાર્ગ ફિલમ, ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ, હેલ્મેટ ન પહેરવું, સીટ બેલ્ટ ન બાંધવો, બાઈક પર ત્રણ સવારી, ઓવર સ્પીડ, ડ્રાઈવીંગ લાયસન્સ, રજિસ્ટ્રેશન, ફીટનેશ, થર્ડ પાર્ટી વીમા, પ્રદુષણયુકત અને અવાજનું પ્રદુષણ કરી વાહન ચલાવવું, ખેતી વિષયક માલ કે દ્યરવખરી લઈ જવાતાં હોઈ અને તે વાહનની બહાર નીકળે, જાહેર જગ્યામાં રેસ કરવી કે સ્પીડની ટ્રાયલ લેવી, એમ્બ્યુલન્સ અથવા ફાયર ફાયટીંગ વ્હીકલ કે અન્ય કોઈ ઈમરજન્સી વાહનોને સાઈડ ન આપનાર વાહન ચાલકોને પકડીને તેમની પાસેથી દંડ વસુલ કરવાની સત્ત્।ા પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા આસિસ્ટન્ટ મોટર વાહન ઈન્સ્પેકટર અને તેની ઉપરના અધિકારીને અપાઈ છે.

સૌથી વધુ સરકારી વાહનો પ્રદૂષણ ફેલાવે છે.  પોલીસ પીયુસીના બહાના હેઠળ જ દંડ વસુલ કરતી હોય તો શહેરમાં ફરતાં મોટાભાગના સરકારી વાહનો સૌથી વધુ પ્રદુષણ ફેલાવી રહ્યાં છે, તેની સામે કેમ કોઈ કાર્યવાહી થતી નથી. કાર્બન ડાયોકસાઈડ નામનું ઝેર સૌથી વધુ એસટી બસો અને કન્ડમ થઇ ગયેલા વાહનો ઓકે છે. સરકારે પહેલા પોતાના દ્યરમાંથી શરૂઆત કરવી જોઈએ, પછી લોકો પાસેથી દંડ વસૂલવો જોઇએ, તેવી ચર્ચાએ જોર પકડયું છે.

ટીનેજર્સ લાઈસન્સ વગર પકડાશે તો વાલી વિરુદ્વ કાર્યવાહી

શહેરમાં ઘણાં ટીનેજર્સ લાયન્સ વગર જ વાહનો ચલાવે છે. ટીનેજર્સને પણ પોલીસ પકડશે, પરંતુ અમે કાર્યવાહી તેના વાલી વિરુદ્વ કરીશું. સોમવારથી નવા કાયદાનો અમલ થશે, તેની માટેે અમે એક પીએસઆઇ  અને પાંચ પોલીસ કર્મીઓની ૫૦ ટીમો બનાવીશું. સૌથી પહેલા અમે પોલીસ કર્મચારીઓથી શરૂઆત કરવામાં છે. ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર પોલીસ કર્મીઓને ડબલ દંડ કરાશે.   કે.જી.ભાટી, ટ્રાફિક એન્ડ ક્રાઈમ.

(10:26 am IST)