Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકાર આપશે દિવાળી ભેટ : વેતન અને ભથ્થામાં થઇ શકે છે 26,000નો વધારો

લઘુતમ વેતનમાં પણ વધારો થવા સંભવ : મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરી શકે છે સરકાર

નવી દિલ્હી ; કેન્દ્ર સરકાર કેન્દ્રીય કમર્ચારીઓને દિવાળી અથવા દશેરાએ મોટી ભેટ આપી શકે છે સત્તાવાર સૂત્રો મુજબ કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓના વેતન અને ભથ્થામાં  5 ટકાનો વધારો કરી શકે છે

  જો કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણંય લેવાય તો લાખો કર્મચારીઓને તેનો લાભ મળશે જોકે વેતન અને ભથ્થામાં વધારાને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી ,મોંઘવારી ભથ્થાને લઈને કેટલીક વાર અધિકારીઓની મિટિંગ થઇ ચુકી છે

  સૂત્રો મુજબ કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો  વધારો ઓક્ટોબરમાં કરી શકે છે આ ઉપરાંત એવા પણ અહેવાલ છે કે કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓના લઘુતમ વેતન 18,000 થી વધારીને 26,000 સુધી કરી શકે છે જોકે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી

  એજી ઓફિસ પ્રયાગરાજના એક પૂર્વ જનરલ સેક્રેટરી મુજબ ઓક્ટોબરમાં સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરી શકે છે જોકે આખરી મંજૂરીની મહોર લાગવાની બાકી છે

  સૂત્રો મુજબ નાણામંત્રી આ અંગે વિચારણા કરી રહ્યાં છે અને બધું યોગ્ય ચાલ્યુંઈ તો બહુ જલ્દી નિર્ણંય કરાશે ,સાતમા પગારપંચ લાગુ થયા બાદ પણ કેન્દ્રીય કર્મચારીઓના વેતન અને ભથ્થામાં હજુ કોઈ વધારો કર્યો નથી છેલ્લા કેટલાક મહિનાથી કેન્દ્રીય કર્મચારીઓના કૈંટલાંક સંગઠન પોતાની માંગને લઈને ધરણા પ્રદર્શન પણ કરી ચુક્યા છે.

.

(12:00 am IST)