Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

LG સાથે વિવાદ મામલે કેજરીવાલે માંગી મોદીની મદદ !

કેજરીવાલે ધરણાના ચોથા દિવસે લખ્યો પત્ર

નવી દિલ્હી તા. ૧૪ : પાટનગર દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના ત્રણ કેબિનેટ મંત્રી રાજયપાલ વિરુદ્ઘ તેમના ઘરે ધરણાં કરી રહ્યા છે. જયારે વિપક્ષી પાર્ટી ભાજપ સીએમ વિરુદ્ઘ તેમના ઘરે ધરણાં કરી રહી છે. આજે કેજરીવાલના ધરણાંનો ચોથો દિવસ છે. જયારે તેમને વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે.જેમાં તેમને કહ્યું કે, ઉપરાજયપાલ અમારી વાત સંભળી રહ્યા નથી. હું તમને અપીલ કરૃં છું કે તમે આ મામલે નોંધ લેશો. અને છેલ્લા ત્રણ મહિનાથી IAS ઓફિસરોની જે હડતાળ ચાલી રહી છે તેને પૂર્ણ કરવો. તેમજ દિલ્હીના મુખ્યમંત્રીએ લખ્યું કે, આ અધિકારીઓની ટ્રાન્સફર કરવાનું અને તેમના પર પગલાં ભરવાની જવાબદારી કેન્દ્ર સરકાર અને LGને હાથ છે. તેથી અમે કંઇ પણ કરી શકતા નથી. હવે તો લોકોએ પણ એવું કહેવાનું શરૂ કરી દીધું છેકે આ હડતાળ કેન્દ્ર સરકાર અને LG મળીને કરાવી રહ્યું છે.

આમરણ ઉપવાસ પર બેઠેલા મનિષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનનો ગુરુવારે સવારે રુટીન ચેકઅપ કરવામાં આવ્યું હતું. ચેકઅપમાં ખબર પડી હતી કે સત્યેન્દ્ર જૈનની તબિયત ઠીક નથી.

કેજરીવાલના ઘરમાં વિરૂદ્ઘ બીજેપી નેતાઓ બુધવારે મુખ્યમંત્રીના ઘરની સામે ધરણાં પર બેઠા હતા. દિલ્હી બીજેપી નેતા મનજિંદર સિરસાએ ફોટો ટ્વિટ કરીને લખ્યું હતું કે, કેજરીવાલે નાટક બંધ કરવા જોઈએ અને કામ પર પરત ફરી જવું જોઈએ. આ ધરણામાં ખ્ખ્ભ્દ્ગક્ન બળવાખોર નેતા કપિલ મિશ્રા પણ સામેલ થયા હતા.

AAPની ૩ માંગ LG પોતે IAS અધિકારીઓની ગેરકાયદેસરની હડતાળ તાત્કાલિક ખતમ કરાવે કેમકે તેઓ સર્વિસ વિભાગના વડા છે કામ રોકનારા IAS અધિકારીઓ વિરૂદ્ઘ કડક પગલાં ભરવામાં આવે. રેશનની ડોર સ્ટેપ ડિલિવરી યોજનાને મંજૂર કરે.

(4:08 pm IST)
  • ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST

  • કાલે પેટ્રોલમાં લિટરે 8 પૈસાનો ઘટાડો થવાની શકયતા ;ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહિ થાય: પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા બે દિવસથી ભાવમાં ઘટાડાને બ્રેક લાગી હતી: કાલે શુક્રવારે પેટ્રોલમાં લીટર માત્ર આઠ પૈસાનો ઘટાડો થશે જયારે ડીઝલના ભાવ યથાવત રહેશે access_time 10:18 pm IST

  • શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર સુજાત બુખારીની ગોળી મારીને હત્યા : જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. તેઓ 'રાઇઝિંગ કાશ્મીર' અખબારના સંપાદક હતા. : સત્તારૂઢ પીડીપી (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી) ના નઇમ અખતરે જણાવ્યું,કે જ્યારે ઓફિસમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ તેમને ગોળી મારી હતી. access_time 8:36 pm IST