Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

પાકિસ્તાનમાં પહેલી વખત હિન્દુ મહિલા સંસદસભ્ય બની શકે છે

ઇસ્લામાબાદ તા. ૧૪ : પાકિસ્તાનમાં પહેલી વખત એક હિન્દુ મહિલા સંસદમાં ચૂંટાવાની શકયતા ઉભી થઇ છે. ત્રીજી માર્ચે યોજવામાં આવનારી પાકિસ્તાનની સંસદના ઉપરના ગૃહ સેનેટની ચૂંટણીમાં ૩૯ વર્ષના કૃષ્ણાકુમારીને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)એ ઉમેદવારી સોંપી છે.

પાકિસ્તાનના રાજકીય પક્ષો સામાન્ય રીતે ધનવાનોને ચૂંટણીઓની ઉમેદવારી સોંપસ છે, પરંતુ ત્યાંના અગ્રણી રાજકીય પક્ષે પહેલી વખત ગરીબ મહિલાને ચૂંટણીની ટિકિટ આપી છે. કૃષ્ણાકુમારીએ જણાવ્યું હતું કે, 'હું સંસદસભ્ય બની શકીશ એવી અપેક્ષા કયારેય રાખી નહોતી. હું ભૂતપૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની આભારી છું. હું દેશના પછાત અને દબાયેલા - કચડાયેલા લોકો માટે કામ કરીશ.'

(11:34 am IST)
  • આણંદના નડિયાદમાં સાડા છ કરોડની છેતરપીંડી : બોગસ બાનાખત બનાવીને કરી છેતરપીંડીઃ વિદ્યાનગર પોલીસે ત્રણ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી access_time 3:53 pm IST

  • ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જળસંકટ, આગામી બજેટ સત્ર ઉપરાંત વર્તમાન પરિસ્થિતિ સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી. સાથે જ કેનેડાના પીએમ આગામી અઠવાડિયે ગુજરાત આવવાના હોઈ તે મુદ્દે પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે. access_time 3:33 pm IST

  • ઈઝરાયલી વડાપ્રધાન નેતન્યાહુ વિરૂધ્ધ લાંચ લેવા અને છેતરપીંડીનો કેસ ચલાવવા ભલામણ : ઈઝરાયલી પોલીસે ૧૪ મહિનાની તપાસ બાદ વડાપ્રધાન બેંજામીન નેતન્યાહુ વિરૂધ્ધ લાંચ લેવી, છેતરપીંડી અને વિશ્વાસઘાતના આરોપો મૂકી કેસ ચલાવવાની ભલામણ કરી : પોલીસ અનુસાર, તેના પાસે નેતન્યાહુ વિરૂધ્ધ આ આરોપો સંબંધી બે ઘટનાના યોગ્ય સબૂત છે : નેતન્યાહુ ઉપર કેસ ચલાવવો કે નહીં તેનો નિર્ણય અટૉર્ની જનરલ કરશે access_time 11:31 am IST