મુખ્ય સમાચાર
News of Wednesday, 14th February 2018

પાકિસ્તાનમાં પહેલી વખત હિન્દુ મહિલા સંસદસભ્ય બની શકે છે

ઇસ્લામાબાદ તા. ૧૪ : પાકિસ્તાનમાં પહેલી વખત એક હિન્દુ મહિલા સંસદમાં ચૂંટાવાની શકયતા ઉભી થઇ છે. ત્રીજી માર્ચે યોજવામાં આવનારી પાકિસ્તાનની સંસદના ઉપરના ગૃહ સેનેટની ચૂંટણીમાં ૩૯ વર્ષના કૃષ્ણાકુમારીને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)એ ઉમેદવારી સોંપી છે.

પાકિસ્તાનના રાજકીય પક્ષો સામાન્ય રીતે ધનવાનોને ચૂંટણીઓની ઉમેદવારી સોંપસ છે, પરંતુ ત્યાંના અગ્રણી રાજકીય પક્ષે પહેલી વખત ગરીબ મહિલાને ચૂંટણીની ટિકિટ આપી છે. કૃષ્ણાકુમારીએ જણાવ્યું હતું કે, 'હું સંસદસભ્ય બની શકીશ એવી અપેક્ષા કયારેય રાખી નહોતી. હું ભૂતપૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની આભારી છું. હું દેશના પછાત અને દબાયેલા - કચડાયેલા લોકો માટે કામ કરીશ.'

(11:34 am IST)