Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

શ્રીલંકાઃ ૨૬૫૭ રૂપિયામાં મળી રહ્યો છે એક સિલિન્ડરઃ દૂધનો ભાવ છે ૧૧૯૫ રૂ.Kg

LPGના ભાવમાં ડબલ વધારો!

નવી દિલ્હી, તા.૧૩: મોંઘવારીની માર ફકત ભારતમાં જ નથી પરંતુ બીજા દેશોમાં પણ આપણા કરતાં ખરાબ સ્થિતિ છે. ભારતમાં રસોઇ ગેસની કિંમત સતત વધી રહી છે. પરંતુ ફકત ભારત જ નહી પડોશી દેશોમાં પણ રસોઇ ગેસના ભાવ બંપર વધારો થયો છે. શ્રીલંકામાં રસોઇ ગેસની કિંમત બમણી થઇ ગઇ છે.

જોકે, અહીં સરકારે અત્યારે તાજેતરમાં જ જરૂરી વસ્તુઓ માટે મૂલ્ય સીમા સ્માઅપ્ત કરવાની જાહેરાત કરી છે, ત્યારબાદ રસોઇ ગેસની છૂટક કિંમતમાં લગભગ ૯૦ ટકાનો ઉછાળો આવ્યો છે. તેની તુલનામાં જોઇએ તો ભારતમાં ૧૪.૨ કિલોવાળા ઘરેલૂ એલપીજી સિલિન્ડર અત્યારે પણ ૧૦૦૦ રૂપિયાથી ઓછી છે.

શ્રીલંકામાં ગત શુક્રવારે પ્રમાણભૂત ઘરેલૂ ગેસ સિલિન્ડર (૧૨.૫ કિલોગ્રામ)ની કિંમત ૧,૪૦૦ રૂપિયા હતી, પરંતુ હવે આ ૧,૨૫૭ રૂપિયા વધારીને ૨,૬૫૭ રૂપિયા થઇ ગઇ છે. આ ઉપરાંત અહીં એક કિલો દૂધ હવે ૨૫૦ રૂપિયા મોંદ્યું થઇ ગયું છે. ૧,૧૯૫ રૂપિયા થઇ ગયો છે. એવું જ અન્ય જરૂરી વસ્તુઓ જેમ કે દ્યઉંનો લોટ, ખાંડ અને સીમેન્ટની કિંમતોમાં બંપર વધારો થયો છે.

અહીંના લોકોમાં રસોઇ ગેસની કિંમતમાં રેકોર્ડ વૃદ્ઘિએ સૌથી વધુ આક્રોશ પેદા કર્યો છે. ભાવને પરત લેવાની માંગ સાથે સોશિયલ મીડિયા પર લોકોએ જોરદાર નારાજગી વ્યકત કરી છે. ગ્રાહક સુરક્ષા સત્તાના પ્રવકતાએ કહ્યું કે 'કેબિનેટએ દૂધ પાઉડર, દ્યઉંનો લોટ, ખાંડ અને તરલકૃત પેટ્રોલિયમ ગેસ માટે મૂલ્ય નિયંત્રણ દૂર કરવાનો નિર્ણય કર્યો છે. તેની પાછળ આશા હતી કે તેનાથી આપૂર્તિ વધશે. ભાવ ૩૭ ટકા વધી શકે છે, પરંતુ અમને આશા છે કે ડીલર કારણ વિના નફો કમાઇ નહી.

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીલંકા સરકારે ગુરૂવારે રાત્રે ગોટાબાયા રાજપક્ષેની અધ્યક્ષાતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠક બાદ દૂધ પાવડર, ગેસ, દ્યઉંનો લોટ અને સીમેન્ટની મૂલ્ય સીમાને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદથી જ મૂલ્યોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

(3:51 pm IST)