Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

સતત પોઝીટીવ રહો, નેગેટીવ શબ્દ ખોખલો છેઃ પૂ.મોરારીબાપુ

નેપાળના મુકિતધામમાં આયોજીત 'માનસ મુકિતધામ' ઓનલાઇન શ્રીરામકથાનો સાતમો દિવસ

રાજકોટ તા. ૧૩ :.. 'સતત પોઝીટીવ રહો, નેગેટીવ શબ્દ તો ખોખલો છે' તેમ પૂ. મોરારીબાપુએ નેપાળના મુકિતધામ ખાતે આયોજીત 'માનસ મુકિતધામ' શ્રીરામ કથાના આજે સાતમા દિવસે કહયું હતું.

પૂ. મોરારીબાપુએ વધુમાં જણાવ્યું કે, જીવનનું ગણિત માનસ શીખવે છે. અને આધ્યાત્મિકતાનું ગણિત અનોખુ છે.

પૂ. મોરારીબાપુએ કાલે છઠ્ઠા દિવસે કહયુ હતું કે, કંઇ પણ કરી અને છોડી દો ફળની આશાના રાખો. ઘણી સ્તુતિઓ જેમ કે, મનુ-શતરૂપાનો પાઠ કરવાથી  મોટી ઉંમરમાં  પુત્ર પ્રાપ્તી ન હોય ત્યાં પણ પુત્ર પ્રાપ્તી થાય છે પણ બોલનારના વચન પર શ્રધ્ધા અને વિશ્વાસ જરૂરી છે. આપણે વન એવું જ માગીએ છીએ જે આપને અનુકુળ હોય! બાપુએ જણાવ્યું કે કોઇપણ કથા પહેલા હું એ મારા અમર, અમૃત ખૂણા-દાદાને પુછું છું અને ત્યાંથી હા કહે પછી જ આગળ નિર્ણય કરું છું, આ કોઇને ખબર નથી. હું કોઇનો ગુરૂ, માલિક કે સાહિબ નથી પરંતુ મારો માલિક સાહેબ એક જ છે. અહીં રામચરિતમાનસમાં બે પરમ આશ્રિત -શિખરના આશ્રિત જેની પંકિત બે વખત આવી છે એક-મહાદેવ-કૈલાસપતિ શિવ, જયારે દેવતાઓએ તેમને સમજાવે છે કે આપ વિવાહ કરો અને એ પછી રામ તેમની સામે પ્રગટ થઇ અને માંગે છે ત્યારે બોલે છે.

(3:48 pm IST)