Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

માનવ સભ્યતાનો આધારઃ જૈવ વિવિધતા સંરક્ષણ સાથે સતત વિકાસ

દક્ષીણ પશ્ચિમ ચીનના યુન્નાન પ્રાંતના કુનમીંગ શહેરમાં સંયુકત રાષ્ટ્ર બાયોડાઇવર્સીટી કોન્ફેન્સ (સીઓપી ૧૫)નું આયોજન કરવામાં આવી રહયું છે. આ તકે ફુલ-છોડથી શહેરના ખુણે-ખુણાને સજાવામાં આવ્યુ છે. શહેરમાં પર્યટકો પણ આયોજનના કારણે હરિયાળીનો ભરપુર આનંદ ઉઠાવી રહયા છે. સોમવારથી શરૂ થયેલ સીઓપી ૧૫ દરમિયાન મંગળવારે ચીનના વિકાસશીલ દેશોમાં જૈવ વિવિધતાની રક્ષા માટે ૨૩ કરોડ ડોલરની ખાસ વ્યવસ્થા કરવાનો વાયદો કર્યો છે. ઇકોલોજીકલ સીવીલાઇજેશન એટલે પરિસ્થિતિકીય સભ્યતા ઉપર કેન્દ્રીત આ પહેલુ વૈશ્વિક સંમેલન છે, જેનું સંયોજન સંયુકત રાષ્ટ્ર કરી રહ્યું છે. જેને ચિને પ્રસ્તાવીત કરેલ.

(3:02 pm IST)