Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

વ્યકિતનું સ્વાતંત્ર્ય મહત્વપૂર્ણ, જામીન અરજીની સુનાવણી જલ્દી થવી જરૂરી : સુપ્રિમ કોર્ટ

નવી દિલ્હી તા. ૧૩ : સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, વ્યકિતની સ્વતંત્રતા મહત્વની છે અને જામીન અરજીની સુનાવણી શકય તેટલી જલ્દી કરવી જોઇએ.

કોર્ટે કહ્યું કે, ધરપકડ પહેલા કે ધરપકડ પછી જામીન માટે કરવામાં આવતી અરજી માટે કોઇ ટાઇમલીમીટ નક્કી ના કરી શકાય પણ એટલી આશા તો જરૂર રાખી શકાય કે આવી અરજીઓ પર જેમ બને તેમ જલ્દી સુનાવણી કરવામાં આવે. જસ્ટીસ રસ્તોગી અને જસ્ટીસ ઓકાની બેંચે પંજાબના પટીયાલા જિલ્લામાં નોંધાયેલ એક કેસમાં માર્ચમાં કસ્ટડીમાં લેવાયેલ એક આરોપીની અરજી પર ચુકાદો આપતા આમ કહ્યું હતું.

આ અરજીમાં સુપ્રીમ કોર્ટને વિનંતી કરાઇ હતી કે જામીન માટેની તેની અરજી પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં પડી છે તેના પર તાત્કાલિક સુનાવણી કરવામાં આવે. બેંચે હાઇકોર્ટને અનુરોધ કર્યો કે, અરજદારની જામીન અરજી પર જેમ બને તેમ જલ્દી સુનાવણી કરવામાં આવે.

(3:00 pm IST)