Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

૧૩ દિવસમાં બીજીવાર વધ્યા CNG-PNGના ભાવ

આમ આદમીને વધુ એક આંચકો : દિલ્હી એનસીઆરમાં ૧૩ દિવસની અંદર બીજીવાર CNG અને PNGના ભાવમાં વધારો થયો છે

નવી દિલ્હી તા. ૧૩ : મોંઘવારીનો માર સહન કરી રહેલા આમ આદમીને વધુ એક આંચકો લાગ્યો છે. દિલ્હી એનસીઆરમાં ૧૩ દિવસની અંદર બીજીવાર CNG અને PNG ના ભાવમાં વધારો થયો છે.

દિલ્હીમાં સીએનજી ૪૭.૪૮ રૂપિયા પ્રતિ કિલોગ્રામના બદલે હવે ૪૯.૭૬ રૂપિયા પ્રતિ કિલોગ્રામ મળશે. નવા ભાવ અનુસાર દિલ્હી-એનસીઆરમાં ૩૫.૧૧ પ્રતિ SCM ના દરથી ગેસ ઉપલબ્ધ થશે.

આ પહેલાં એક ઓકટોબરના રોજ સીએનજી ૨.૨૮ રૂપિયા પ્રતિ કિલો અને PNG 2.10/scm મોંઘો થયો હતો. સીએનજી અને પીએનજીનો ભાવ વધારો સવારે છ વાગ્યાથી લાગૂ થઇ ગયો છે. રાહતની વાત એ છે કે આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ વધારો થયો નથી. આજથી ફરી વધ્યા ગેસના ભાવ, PNG નાં ભાવમાં બે રૂપિયાનો વધારો, CNG ની કિંમત પણ વધારો થયો છે.

છેલ્લા ૧૦ દિવસમાં બીજી વાર છે જયારે  PNG ગેસ મોંઘો થયો છે. આઈજીએસના જણાવ્યાનુંસાર રસોઈ  PNG પ્રાઈસના ભાવમાં ૨ રૂપિયા પ્રતિ એસસીએમ વધી ગયો છે. નવા ભાવમાં ૧૩ ઓકટોબર ૨૦૨૧ એટલે આજથી અમલમાં રહેશે. કીંમતો વધ્યા બાદ ગૌત્ત્।મ બુદ્ઘ નગરમાં પીએનજીના ભાવ ૩૪.૮૬ સીએસએમ હશે.

આની પહેલા એક ઓકટોબરે  PNGના ભાવ દિલ્હીમાં ૨.૧૦ રુપિયા પ્રતિ યૂનિટ મોંઘુ થયું હતુ. ત્યારે નોયડા, ગાઝિયાબા અને ગ્રેટર નોયડામાં આ ભાવ ૨ રૂપિયા પ્રતિ યુનિટ વધી ગયો હતો. તેવામાં દિલ્હીમાં  PNG ૩૩.૦૧ રુપિયા પ્રતિ યુનિટ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે  એનસીઆરમાં આ ૩૨.૮૬ રૂપિયા  પ્રતિ યુનિટ કરવામાં આવી હતી. નોઈડામાં એકવાર ફરી ભાવમાં વધારા બાદ હવે પીએનજીના ભાવ ૩૪.૮૬/SCM હશે.

નવા ભાવને લાગૂ કર્યા બાદ ૧૩ ઓકટોબરથી દિલ્હીમાં પીએનજીના ભાવ ૩૫.૧૧ પ્રતિ યૂનિટ, નોઈડા ગ્રેટર નોઈડા, ગાજિયાબાદમાં પીએનજીના ભાવ ૩૪.૮૬ રૂપિયા પ્રતિ એસસીએમ હશે. ત્યારે રેવાડી, કરનાલમાં પીએનજીના ભાવ ૩૩.૯૨ રૂપિયા પ્રતિ એસસીએમ હશે. જયારે મુજફફરનગર, મેરઠ અને શામલીમાં ૩૮. ૯૭ રૂપિયા પ્રતિ એસસીએમ હશે.

સીએનજી ગેસના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ૧૩ ઓકટોબરે સવારે ૬ વાગ્યાથી દિલ્હીમાં સીએનજી ૪૯. ૭૬ રૂપિયા પ્રતિ કિલો. નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાજિયાબાદમાં ૫૬. ૦૨ રૂપિયા પ્રતિ કિલો થઈ.  ત્યારે ગુરૂગ્રામમાં સીએનજીના ભાવ ૫૮. ૨૦ રૂપિયા પ્રતિ કિલો થશે. ઉલ્લેખનીય છે કે ૧૦ દિવસની અંદર બીજી વાર દિલ્હી એનસીઆર અને અન્ય જગ્યાઓ પર સીએનજી અને પીએનજી ગેસની કિંમતોમાં વધારો થયો છે. કિંમતોમાં લગભગ ૨.૫૦ રૂપિયા પ્રતિ કિલોનો વધારો જોવા મળ્યો છે. આની પહેલા ૨ ઓકટોબરે ભાવ વધ્યા હતા.

(10:17 am IST)