Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

નદીમાં કપડા ધોવા ગયેલી 4 નાની બાળાઓના ડૂબી જવાથી મોત

પગ લપસતા એક બાળા નદીમાં પડી તેને બચાવવા માટે 3 સહેલીઓ નદીમાં ઉતરી : બિહારના નાલંદા જિલ્લાની ઘટના: ધનાયન નદીમાં ડૂબવાને કારણે 4 નાની છોકરીઓના મોત

બિહારના નાલંદા જિલ્લામાં ધનાયન નદીમાં 4 બાળકો કપડા ધોવા માટે ગઈ હતી.આ દરમિયાન એક બાળકીનો પગ લપસતા તે નદીમાં પડી ગઈ હતી. આ જોઈને તેની 3 સહેલીઓ પણ તેને બચાવવા માટે નદીમાં કૂદી પડી હતી. પરંતુ અબોધ અવસ્થામાં ઉપાડેલું આ કદમ તેમને ભારે પડ્યું અને તરતા ન આવડતું હોવાને કારણે તેમના બધાના મોત થયા.

  આ ઘટના બાદ આખા ગામ સહિત આજુબાજુના પંથકમાં માતમ છવાયો છે. જે બાળાઓના મોત થયા છે તે તમામ 11 થી 13 વર્ષની હતી. તેમની ઓળખ 13 વર્ષીય સીતા કુમારી, 11 વર્ષીય સરિતા કુમારી ,12 વર્ષની સોનમ કુમારી અને 13 વર્ષીય રાખી કુમારી તરીકે થઈ છે.

કપડા ધોતી વખતે અચાનક પગ લપસતા એક બાળા નદીમાં ઉથલી પડી હતી. તેને બચાવવાના પ્રયાસમાં બાકીની 3 બાળાએએ પણ વગર વિચાર્યે પાણીમાં ધૂબાકો મારી દીધો. અને આ દરમિયાન તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ હતી અને મરણ પામી હતી. તંત્ર દ્વારા છોકરીઓની લાશ પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

(12:00 am IST)