Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

કોંગ્રેસ અયોધ્યા પ્રશ્નનો ઉકેલ ઈચ્છતી નથીઃ વિકાસમાં અડચણો ઉભી કરવાનું કામ કરે છેઃ નફરતનું રાજકારણ રમે છેઃ વિરોધ કરવા સિવાય બીજું કામ કરતી નથીઃ મોદીએ ભાજપની બેઠકને કર્યુ સંબોધનઃ વિપક્ષ પર પ્રહાર

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બપોરે ભાજપની રાષ્ટ્રીય પરિષદને કર્યુ સંબોધનઃ કોંગ્રેસ સહિતના વિપક્ષો પર તીખા તમતમતા પ્રહારોઃ કોંગ્રેસે વકીલોના માધ્યમથી અયોધ્યાનો મામલો લટકાવ્યોઃ કોંગ્રેસ અયોધ્યાના પ્રશ્નનો ઉકેલ ઈચ્છતી નથીઃ કોંગ્રેસે વિકાસમાં અડચણો ઉભી કરવાનું કામ કર્યુઃ નફરતનું રાજકારણ રમે છેઃ એક માત્ર વિરોધ જ કર્યા રાખવાનુ કામ કર્યુઃ કોંગ્રેસનો વિરોધ કરનારા આજે તેની સાથે આવ્યાઃ સૌને પોતપોતાની ખીચડી પકાવવી છેઃ મતદારોને છેતરવા પ્રયાસ કરી રહ્યા છેઃ પોતાની ભલાઈ માટે સૌ એકઠા થયા છેઃ ભારત આજે એક મજબુત સરકાર ઈચ્છે છેઃ જ્યારે વિપક્ષો ભેગા મળીને એક મજબુર સરકાર ઉભી કરવા માગે છેઃ તેઓ એક જ કામ કરે છે અને તે છે મારો વિરોધઃ મોદીએ કહ્યુ હતુ કે, અમે ખેડૂતોને હજુ વધુ સક્ષમ બનાવવા માગીએ છીએઃ દેશનું નિર્માણ કરવા માંગીએ છીએઃ તેમણે પોતાના પ્રવચન દરમ્યાન પોતાના સાડા ચાર વર્ષના કાર્યકાળનો હિસાબ કિતાબ આપ્યો હતો અને વિવિધ યોજનાઓની માહિતી આપી હતીઃ તેમણે કહ્યુ હતુ કે, દેશને જો કોઈ ઉંચાઈ પર લઈ જવા માંગતુ હોય તો તે ભાજપ જ છેઃ અગાઉની સરકારોએ દેશને અંધકારમા નાખી દીધો હતોઃ તેમણે ભાજપના કાર્યકરો-નેતાઓ સૌને એક સાથે મળી ભાજપની સરકાર લાવવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો

(3:30 pm IST)
  • મેઘાલય કેબિનેટમાં નાગરિકતા વિધેયક વિરુદ્ધ પ્રસ્તાવ પાસ ;ભાજપના ધારાસભ્યોએ પણ આપ્યું સમર્થન :મેઘાલય ડેમોક્રેટીક અલાયન્સ કેબિનેટે નાગરિકતા સંશોધન વિધેયકનો વિરોધ કરતા એક ઠરાવ પાસ કર્યો :ભાજપે મંત્રીમંડળના નિર્ણયનું સમર્થન કર્યું છે access_time 1:08 am IST

  • બનાસકાંઠા : ભૂસ્તર વિભાગનો સપાટો :પાલનપુર, અંબાજીમાં રોયલ્ટી ચોરી કરતા વાહનો ઝડપાયા: તમામ વાહનમાલિકો સામે દંડની કાર્યવાહી કરાઈ access_time 10:45 pm IST

  • અમદાવાદ : કોંગ્રેસ દ્વારા વી.એસ. બચાવો અભિયાન :વી.એસ. હોસ્પિટલના ખાનગીકરણનો કોંગ્રેસ દ્વારા વિરોધ :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોચરબ આશ્રમથી વી.એસ. સુધી પદયાત્રા યોજશે access_time 10:47 pm IST