Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

શું રાહુલ ગાંધીનો બંગલો છીનવાશે?: ૧૨ તુગલક લેન આવાસનો 'ખાલી બંગલા'ની યાદીમાં સમાવેશ

લોકસભા સચિવાલયે સાંસદો માટે ખાલી બંગલાનું લિસ્ટ જાહેર કર્યુ : કુલ ૫૧૭ બંગલાની યાદી

નવી દિલ્હી : લોકસભા સચિવાલયે સાંસદો માટે ખાલી બંગલાની યાદી જાહેર કરી છે. આ યાદીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું આધિકારિક આવાસ ૧૨ તુગલક લેનનું નામ પણ સામેલ છે. ૨૦૦૪માં પ્રથમ વખત અમેઠીમાંથી સાંસદ બન્યા પછી રાહુલ ગાંધીનું નિવાસસ્થાન આ જ રહ્યું છે. સચિવાલય દ્વારા જાહેર કરેલી યાદીમાં એવા ઘણા સાંસદોના નામ સામેલ છે જેઓ આ વખતે ચૂંટણી જીત્યા છે.

રાહુલ ગાંધીનો વર્તમાન બંગલો ટાઇપ ૮ શ્રેણીમાં આવે છે, જે ઉચ્ચતમ શ્રેણી છે. રાહુલ ગાંધી પોતાની પરંપરાગત સીટ અમેઠીથી ચૂંટણી હારી ગયા છે.જોકે તે કેરળથી વાયનાડ સીટથી ચૂંટણી જીત્યા છે.

નિયમો પ્રમાણે લોકસભા સચિવાલય તરફથી સાંસદોને ખાલી બંગલાની એક યાદી આપવામાં આવે છે. જેમાંથી તે પસંદ કરીને અરજી કરે છે. સાંસદોને આ વખતે ૫૧૭ બંગલાની યાદી આપવામાં આવી છે. આ યાદીમાં રાહુલ ગાંધીના બંગલાનું નામ પણ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના કાર્યાલયને આ યાદી વિશે કોઈ જાણકારી નથી.

(2:00 pm IST)
  • પ.બંગાળઃ ઝાડ ઉપર લટકતી હાલતમાં મળ્યા ભાજપ-સંઘના કાર્યકરોના મૃતદેહો : કોલકતાઃ પ.બંગાળમાં રાજકીય હિંસા સમાપ્ત થવાનું નામ જ નથી લેતીઃ ભાજપ-તૃણમૂલ સામસામી આક્ષેપબાજી કરી રહ્યા છેઃ હાવડાના આમટા સ્થિત સરપોટા ગામમાં ભાજપના કાર્યકર સમાતુલ દોલુઈનું શબ ઝાડ ઉપર લટકતી હાલતમાં મળ્યું: ભાજપે આની પાછળ તૃણમૂલને જવાબદાર ઠેરવ્યુ છેઃ રવિવારે સંઘના કાર્યકર સ્વદેશ મન્નાનો મૃતદેહ પણ અતચટા ગામમાં વૃક્ષ ઉપર લટકતો મળ્યો હતો. તેમણે જય શ્રી રામની રેલી તાજેતરમાં યોજી હતી access_time 11:39 am IST

  • વાવાઝોડાની ચેતવણીના પગલે દેવભૂમિ દ્વારકા જીલ્લાના દરિયા કિનારે સ્નાન કરવા ઉપર પ્રતિબંધ access_time 1:55 pm IST

  • પોરબંદર કાંઠે વાયુ વાવાઝોડાની સંભાવના સામે તંત્ર એલર્ટઃ ચોપાટી દરિયાકાંઠે તા.૧પ સુધી લોકોની અવર જવર ઉપર પ્રતિબંધ પોરબંદર દરિયાકાંઠે ''વાયુ'' વાવાઝોડાની સંભાવનાને લઇ તંત્ર એલર્ટ છે. જિલ્લા કલેકટર દ્વારા ચોપાટી દરિયાકાંઠે આજથી તા ૧પ સુધી લોકોની અવર જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પોરબંદરમાં આજે કેન્દ્રની રેસ્કયુ ટીમ આવી છે. દરિયા કાંઠા નજીક ૩૦ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાય તેવી સંભાવના છે. access_time 8:55 pm IST