Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

  • વાયુ વાવાઝોડું હવે ગંભીર સ્વરૂપ પકડી ચૂક્યું છે અને ખતરનાક વાવાઝોડા સ્વરૂપે સૌરાષ્ટ્રના પોરબંદર- મહુવા તરફ ધસમસી રહ્યું છે. વાયુ વાવાઝોડાના લેઇટેસ્ટ ટ્રેકની તસ્વીર "સ્કાયમેટે" પ્રસિદ્ધ કરી છે. access_time 10:04 pm IST

  • વાયુ વાવાઝોડાના ન્યુઝ અપડેટસ : (૧) સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિના કારણે તા. ૧૨.૦૬.૨૦૧૯ને આવતીકાલના રોજ ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાનારી ભાજપના વિસ્તારકોની બેઠક મુલત્વી રાખવામાં આવી છે. સહુ ભાજપના જીલ્લા/મહાનગરના વિસ્તારકોને પણ જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. (૨) વાયુ વાવાઝોડાને લીધે પોરબંદરના કલેકટરે 15 જૂન સુધી ચોપાટી માં જવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. (૩) 13 મી જૂન ની સવારે વાયુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાનું હોવાથી આવતીકાલે તારીખ ૧૨ થી ૧૪ જુન સુધી સુરત નવસારી અને વલસાડ જિલ્લાના સમુદ્ર બીચ ઉપર લોકોને જવા દેવામાં આવશે નહીં. (૪) મુંબઈમાં ભારે વરસાદને પગલે બેંગાલુરુ ચેન્નાઈથી મુંબઈ આવતી વિમાની સેવાઓ સુરત ડાયવર્ટ કરી દેવામાં આવી છે.

    access_time 11:28 pm IST

  • ગુરુવારે રાજકોટની તમામ શાળા અને આંગણવાડીમાં રજા જાહેર કરતા મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની : વાયુ વાવાઝોડાને પગલે રાજકોટની મ્યુનિ.હસ્તકની તમામ શાળા અને આંગણવાડીમાં રજા જાહેર કરાઈ access_time 1:07 pm IST