Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

રાહુલે નીમેલા નેતાઓ સામે ખડગે ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી તા.૭: કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પક્ષમાં થોડા દિવસો પહેલા નવી નિમણુકો કરી હતી. મહારાષ્ટ્ર જેવા મોટા રાજય અને મોટા સહયોગી નેતા શરદ પવારના લીધે રાહુલે  લોકસભામાં પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને પ્રભારી મહાસચિવ તરકે નિમ્યા હતા સાથે જ તેમની મદદ માટે પ રાષ્ટ્રિય સચીવોની પણ નિમણુક કરી હતી. પણ ખડગેએ પાંચમાંથી ત્રણ સચિવ વિરૂધ્ધ મોરચો ખોલ્યો છે. તેમણે ચોખ્ખે ચોખ્ખું કહ્યું છે કે પાંચમાંથી ત્રણ તો બિન અનુભવી છે, ગંભીર નથી અને મારી મદદ  માટે બેકાર છે.

સુત્રો અનુસાર ખડગેની મદદ માટે નિયુકત આ સચિવો વિરૂધ્ધ રિપોર્ટ આપી દેવાયો છે હવે મામલો રાહુલ પાસે છે ખડગેએ રાહુલની ગેરહાજરીમાં અહેમદ પટેલ અને અશોક ગેહલોતને આખી વાત ચાલુ મીટીંગમાં કહી દીધી હતી. રાહુલે નિયુકત કરેલા પ રાષ્ટ્રિય સચિવમાંથી ૩ને ખડગેએ નકામાં ગણાવ્યા હતા.

ખડગેએ પાંચમાંથી બીએમ સંદિપ, સંપતકુમાર અને વશ્મી રેડ્ડીને નકામા ગણાવ્યા હતા જયારે ગુજરાત મહીલા કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલ અને કર્ણાટક ચુંટણીમાં અગ્ર ભૂમિકા ભજવનાર શીષદુ માટે સહમતી દર્શાવી હતી.

આમ ખડગેએ કોંગ્રેસ પ્રમુખે બનાવેલી ટીમ પર સવાલો ઉભા કરીને સંકેત આપ્યા છે કે રાહુલે વડીલોનું સાંભળવુ પડશે.(૮.૨૫)

(4:16 pm IST)