Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ચીન અંગેની ગુપ્ત માહિતી અમેરિકા ભારતને આપશે

બંને દેશ સૈન્ય અભ્યાસથી આગળ વધીને સુરક્ષા પડકારનો સાથે મળીને સામનો કરવામાં સક્ષમ

નવી દિલ્હી તા. ૭ : ભારત-અમેરિકાની વચ્ચે પહેલી વખત ટુ પ્લસ ટુ ડાયલોગ યોજાયો. આ દરમિયાન બંને દેશો વચ્ચે કોમકાસા પર હસ્તાક્ષર થયા. જે અંતર્ગત અમેરિકાના આધુનિક હથિયારો અને ટેકનીકનો ઉપયોગ ભારત પણ કરી શકશે. જાણકારોનું માનવું છે કે આ ટેકનીકની મદદથી ભારતને ચીન પર નજર રાખવામાં મદદ મળશે.

ભારત અને અમેરિકાની વચ્ચે નવી દિલ્હીમાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં સંરક્ષણથી માંડીને બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવાના મામલે ચર્ચા કરવામાં આવી. ઙ્ગઅમેરિકન સેના હવે ચીન અંગેની ગુપ્ત જાણકારી ભારતની સાથે વહેચશે. અમેરિકાના યુદ્ઘ જહાજ અથવા એરક્રાફટ જો ચાઇનીઝ વોરશીપ અથવા સબમરીનને ડિકેકટ કરે તો આ સૂચના તે ક્ષેત્રમાં ઓપરેટ કરી રહેલા ભારતીય યુદ્ઘ જહાજ. સબમરીન અથવા એરક્રાફટ સુધી પણ પહોંચાડાશે.ઙ્ગ અમેરિકાની મદદથી ભારતને ચીનના યુદ્ઘ જહાજ સબમરીન અને એરક્રાફટની ઉપસ્થિત નક્કર જાણકારી પ્રાપ્ત થશે. ઙ્ગઆ ઉપરાંત ભારતીય નેવીને અમેરિકા ચીનના જહાજ, સબમરીન કે એરક્રાફટની માત્ર સૂચના જ નહીં પરંતુ ટાર્ગેટનો લાઇવ વીડિયો ફીડ પણ આપશે.

અમેરિકા આ જાણકારી કમ્બાઇન્ડ એન્ટરપ્રાઇઝ રીઝનલ ઇન્ફોર્મેશન એકસચેન્જ સિસ્ટમ એટલે કે સેન્ટ્રીકસ હેઠળ આપશે. યુએસ નેવી તેને પોતાના સહયોગી દેશની સાથે ઉપયોગમાં કરે છે. જેના દ્વારા ગુપ્ત સૂચના એકત્ર કરવાનું નેટવર્ક કામ કરે છે. ઙ્ગસેન્ટ્રીકસ અમેરિકાના સિકયોરિટી કોમ્યુનિકેશનનો મહત્વનો ભાગ છે. જેને તે માત્ર પોતાના નિકટના મિત્ર દેશોની સાથે શેર કરે છે.

અમેરિકા ચીન અંગે ભારતને ગુપ્ત સૂચના એટલા માટે આપી રહ્યું છે કારણ કે ભારતે કોમ્યુનિકેશન કમ્પેટિબિલિટી એન્ડ સિકયોરિટી એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર અંતર્ગત ભારત અને અમેરિકાની સેના ઇન્ટેલિજન્સ પર સાથેઙ્ગ મળીને કામ કરશે. ભારત અને અમેરિકન સેના ઘણા વર્ષોથી સંયુકત યુદ્ઘાભ્યાસ કરી રહી છે. આ કરારથી હવે બંને દેશ સૈન્ય અભ્યાસથી આગળ વધીને સુરક્ષા પડકારનો મળીને સામનો કરવામાં સક્ષમ હશે. એક વખત જો અમેરિકન સિસ્ટમ ઇન્સ્ટોલ થઇ જશે એટલે ભારતને પ્રીડેટર સી ગાર્ડિયનની મદદથી હિંદ મહાસાગરના મોટા ભાગમાં નજર રાખવામાં મદદ મળશે. માનવરહિત પ્રીડેટર સી ગાર્ડિયનને જનરલ એટોમિકસે બનાવ્યું છે.

આ ડ્રોન ન માત્ર જાસૂસી કરવામાં સક્ષમ છે પરંતુ ટાર્ગેટ પર અચૂક નિશાન પણ તાકી શકે છે.

(3:45 pm IST)