Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

અમેરિકાના પ્રથમ મહિલા મેલેનીયા ટ્રમ્પનો આક્રોશ : પ્રેસિડન્ટ ટ્રમ્પ વિરુદ્ધ કોઈ પણ જાતના આધાર વિના ન્યૂઝ છપાતા હોવાથી દેશને નુકશાન થઇ રહ્યું હોવાનો આક્ષેપ

વોશિંગટન : અમેરિકાના પ્રથમ મહિલા મેલેનીયા ટ્રમ્પએ પ્રેસિડન્ટ વિરુદ્ધ કોઈ પણ જાતના આધાર પુરાવાઓ વિના ન્યુઝપેપરોમાં છપાઈ રહેલા સમાચારો સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આવા ફેકન્યૂઝથી દેશને નુકશાન થઇ રહ્યું છે. તેમણે ઉમર્યું હતું કે કોઈ વ્યક્તિ લોકોને નકારાત્મક કામો માટે દોષિત કહેવાની તાકાત ધરાવે છે તો તેણે જાહેરમાં આવીને આ વાત કરવી જોઈએ. લોકો પાસે તેમની તાકાત મુકવાનો પણ અધિકાર હોય છે. ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ કોઈ પણ રેફરન્સ વગર ન્યૂઝ છાપવામાં આવી રહ્યા છે.

 દેશમાં દરેકને બોલાવાની આઝાદી છે. લોકતંત્ર માટે પ્રેસની આઝાદી ખૂબ જરૂરી છે પરંતુ પ્રેસે સ્પષ્ટ, જવાબદાર અને નિષ્પક્ષ રહેવું જોઈએ. આજે કોઈ પણ રેફરન્સ વગર ન્યૂઝ છાપનારની સંખ્યા વધી ગઈ છે. કોઈ પણ નામ વગર લોકો દેશનો ઈતિહાસ લખી રહ્યા છે. શબ્દોની ઘણી કિંમત હોય છે. આરોપના ગંભીર પરિણામ આવી શકે છે. મેલાનિયા તરફથી તેમનું નિવેદન તેમની પ્રવક્તા સ્ટેફની ગ્રીશમ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. ટ્રમ્પ પણ ઘણીવારફેક ન્યૂઝમીડિયા અને પ્રેસ પર પ્રતિબંધ લગાવવાનો આરોપ મુકી ચૂક્યા છે.

(12:38 pm IST)