Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

તમે કહો...શું સતત સમાચારો તમારા માટે ખરાબ છે?

અમેરિકન સાયકલોજીકલ એસોસીએશનના લેઇટેસ્ટ સર્વેનું તારણઃ સતત સમાચાર માધ્યમો સાથે જોડાયેલા રહેવાથી તણાવ, અસ્વસ્થતા, અનિંદ્રાનો ભોગ બનાવે છે

યુએસ, તા., ૭: અમેરિકન સાયકલોજીકલ એસોસીએશનના વર્તમાન સર્વેમાં એવું બહાર આવ્યું છે કે વધુ પડતા સમાચારોમાં રચ્યાપચ્યા રહેવાથી અનેક તકલીફો  થઇ શકે છે. અડધોઅડધ અમેરિકનોએ કહયું કે, તેમને અનિંદ્રા, તણાવ, અસ્વસ્થતા, થાકનો અનુભવ થાય છે. ૧૦ માંથી ૧ પુખ્ત દર કલાકે ન્યુઝ ચેક કરે છે અને ર૦ ટકા અમેરિકનો સતત તેમના સોશ્યલ મીડીયામાંથી ફીડબેક અને સમાચારો મેળવતા રહે છે. આમ થવાથી તેમને લેઇટેસ્ટ સમાચારોની જાણકારી મળે છે, ચાહે  એ જાણકારી તેમને ગમતી હોય કે ન ગમતી હોય!

ઘણા બધા લોકો એવું માને છે કે માહિતીથી વાકેફ રહેવું જરૂરી છે અને એ પણ સમજવું રહયું કે સતત સમાચારો શોધતા રહેવાથી તમે તણાવ અને અસ્વસ્થતા અનુભવો છો. વર્તમાનમાં સમાચારો પીરસવાની પધ્ધતીમાં કે પ્રણાલીમાં ફેરફાર આવ્યો છે. આ ફેરફાર માનસીક અને શારીરીક તંદુરસ્તી માટે હિતાવહ નથી.

સસેકસ યુનિવર્સિટી ઓફ સાયકલોજી(યુકે) ના પ્રોફેસર ગ્રેહામ ડવેઇ   કે જેઓ જર્નલ ઓફ એકસ્પ્રીમેન્ટલ ઓફ સાયકલોપેથોલોજીના ચીફ એડીટર છે. તેમનું કહેવું છે કે, વર્તમાન સમયમાં જે રીતેે સમાચારોની પ્રસ્તુતી કરવામાં આવે છે અને જે રીતે તમે એે સમાચારોને તમારા રૂટીનમાં લ્યો છો, તેના પર તમારી શારીરીક-માનસીક તંદુરસ્તીનો આધાર રહેલો છે. (૪.૨)

 

(11:59 am IST)