Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

અમિરાત ફલાઇટમાં અચાનક તાવ-શરદીમાં સપડાયેલાએ મુસાફરોને 'ફલુ'થયાનું કન્ફર્મ

ન્યુયોર્ક તા.૭: યુએસએના આ શહેરના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે અમીરાત ફલાઇટના જોહન ેફ કેનેડી એરપોર્ટ પહોંચ્યા પછી તેના બિમાર પેસેન્જરો અને ક્રુ સ્ટાફને હોસ્પીટલમાં દાખલ કરીને ટેસ્ટ કરવામાં આવતા, ઇન્ફલ્યુએન્ઝા પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો.

બનાવ બન્યા પછી અસરગ્રસ્ત ૧૦૦માંથી ૧૦ પેસેન્જરોને જમૈકા હોસ્પીટલ મેડીકલ સેન્ટર લઇ જવાયા હતા જેમને ગુરૂવારે બપોરે પછી રજા આપવામાં આવી હતી જયારે ૧૧માં પેસેન્જરને ફલુની સારવાર માટે દાખલ કરાયો હતો.

અમીરાત ફલાઇટ નં.૨૦૩ના લગભગ ૧૦૦ લોકોએ શરદી અને તાવની ફરીયાદ કરી હતી.(૮.૧૧)

 

(11:59 am IST)