Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

બેશરમીની હદઃ નવ મહિનાની બાળકી પર બળાત્કાર

હાવડા, તા.૬: પશ્યિમ બંગાળમાં એક નવ મહિનાની બાળકી પર બળાત્કારની દ્યટના પ્રકાશમાં આવી છે. આ દ્યટના હાવડા જિલ્લાના શ્યામપુરની બડગ્રામ પંચાયતની છે. અહીં એક વ્યકિતએ પડોશમાં રહેતી પોતાની ભત્રીજી પર બળાત્કાર ગુજાર્યો છે. બાળકીના પરિવારે બાળકારીના કાકા વિરુદ્ઘ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરતા આરોપીની પણ ધરપકડ કરી લેવાઈ છે.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપી બાળકીના દ્યરની પાડોશમાં જ રહેતો હતો. બળાત્કાર ગુજારનાર આરોપી સંબંધમાં બાળકીના કાકા થાય છે. બાળકીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે આરોપી બપોરે દ્યરમાં આવ્યો હતો અને બાળકીને રમકડું અપાવવા માટે લઈ જવાની વાત કરીને પોતાની સાથે લઈ ગયો હતો. થોડા સમય બાદ જયારે બાળકી દ્યરે પહોંચી અને તે રડી રહી હતી તો પરિવારે તેને શાંત રખાવવાનો પ્રયત્ન કરતા ખબર પડી કે બાળકીના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નિકળી રહ્યું હતું.

દ્યટનાની જાણ થતાની સાથે જ પરિવારજનોએ શ્યામપુર પોલીસ સ્ટેશનમાં બાળકી પર બળાત્કાર થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. બાળકીને દ્યરે મુકીને આરોપી નાસી છૂટ્યો હતો પરંતુ આખરે પોલીસે તેને શોધીને તેની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીની ઓળખ અનૂપ પ્રમાણિક તરીકે કરી છે. પોલીસે અનૂપ વિરુદ્ઘ આઈપીસી અને પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસુઅલ ઓફેન્સ એટલે કે પોકસો એકટ અંતર્ગત ફરિયાદ નોંધીને કેસ દાખલ કર્યો છે.

(4:04 pm IST)