Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

યસ બેન્કને આંચકોઃ મૂડીઝે બેન્કનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યુ

આગામી ૧૦ ડિસેમ્બરે બેન્કના બોર્ડની બેઠક

મુંબઈ, તા.૬: ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે બુધવારે ખાનગી ક્ષેત્રની બેન્ક યસ બેન્કના રેટિંગને નેગેટિવ આઉટલૂક સાથે ડાઉનગ્રેડ કર્યું હતું જેના માટે તેણે એસેટ્સની ગુણવત્તની ચિંતા અને ઘટતા જતા મૂડી બફર્સને ટાંકયા હતા.

રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે, બેન્કે દાવો કર્યો છે કે રોકાણકારોએ તેમાં બે અબજ અમેરિકન ડોલર રોકવામાં રસ દર્શાવ્યો છે. તેમાં ટાઇમિંગ, કિંમત અને નિયમનકારી મંજૂરીઓની આસપાસ નોંધપાત્ર એકિઝકયુશન જોખમ રહેલા છે.ભંડોળ એકત્ર કરવાની યોજનાને આખરી સ્વરૂપ આપવા માટે આગામી ૧૦ ડિસેમ્બરે બેન્કના બોર્ડની બેઠક મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા કોર્પોરેટ ગવર્નન્સની આસપાસની ચિંતાઓ તથા નબળી ધિરાણ કામગીરીને ધ્યાનમાં રાખીને કો-પ્રમોટર અને ચીફ એકિઝકયુટિવ રાણા કપૂરની પુનૅંનિયુકિતને મંજૂરી આપવાનો ઇનકાર કર્યા બાદ પાછલા વર્ષના ઓગસ્ટથી બેન્ક માટે કઠિન સમય ચાવલી રહ્યો છે.

તેના અનુગામી રણવીર ગીલે શંકાસ્પદ અસ્કામતોના જંગી પુલની ઓળખ મારફત શરૂઆત કરી હતી, જેને પરિણામે બેન્કે માર્ચ કવાર્ટરમાં ઈં ૧,૫૦૦ કરોડથી વધુની જંગી ખોટ નોંધાવી હતી તથા સપ્ટેમ્બર કવાર્ટરમાં પણ દ્યણી નીચી ચોખ્ખી આવક નોંધાવી હતી.

દરમિયાન, ગુરુવારે બીએસઇ પર યસ બેન્કનો શેર ૧.૫૧ ટકા દ્યટીને ઈં ૬૨.૧૦ બંધ નોંધાયો હતો, જેની સામે બેન્ચમાર્ક ઇન્ડેકસ ૦.૧૭ ટકા ઘટ્યો હતો.

મૂડીઝે છ નવેમ્બરે ડાઉનગ્રેડની ચેતવણી ઉચ્ચારી હતી. તેણે ગુરુવારે નેગેટિવ આઉટલૂક સાથે બેન્કના લાંબા ગાળાના ફોરેન કરન્સી ઇશ્યુઅર રેટિંગને ‘Ba3’ દ્યટાડીને ‘B2’ કર્યું હતું.

એજન્સીએ જણાવ્યું હતું કે સંભવિત સ્ટ્રેસ એસેટ્સનો પુલ તથા નુકસાન સહન કરવા માટેનું નીચું બફર તેની ફંડિંગ તથા લિકિવડિટી પર વધારે દબાણનો ઉમેરો કરશે, જે તેની ક્રેડિટ પ્રોફાઇલ પર વધારાના દબાણની રચના કરી રહ્યું છે. સપ્ટેમ્બરમાં બેન્કનો કોમન ઇકિવટી ટિયર-૧ રેશિયો ૮.૭ ટકા પર હતો તે બેન્કને તેની ધિરાણ બૂકને સાત ટકા દ્યટાડવા માટે દબાણ કરી રહ્યો છે, તે જયાં સુધી બેન્ક નવી મૂડી નહીં મેળવે ત્યાં સુધી નોંધપાત્ર દબાણ હેઠળ આવશે તેમ મૂડીઝે જણાવ્યું હતું.

(3:24 pm IST)