Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

મોટર વ્હીકલ એકટ

રાજયો સૂચવેલા કરતાં ઓછો દંડ વસુલી ન શકે

સંસદે પસાર કરેલા કાયદાનો અમલ કરવા કેન્દ્ર સરકાર રાજયોને કહી શકે છેઃ એટર્ની જનરલઃ ગુજરાત સહિતના રાજયોમાં રાહત આપી તે કેન્દ્રને ન ગમ્યું: ભંગ બદલ ૩૫૬ હેઠળ પગલા લઇ શકાય

 દિલ્હી, તા.૬: મોટર વ્હીકલ એકટ ૨૦૧૯ લાગુ થયાને દ્યણા દિવસો પસાર થઈ ગયા છે, આ એકટમાં જે દંડની જોગવાઈ કરવામાં આવી છે તે રકમ લોકોને મસમોટી લાગી રહી છે. ત્યારે દેશના ઉચ્ચ કાયદાકીય અધિકારીએ જણાવ્યું છે કે ટ્રાફિક નિયમોનું ઉલ્લંદ્યન કરવા પર આ એકટમાં જે દંડની ઓછામાં ઓછી રકમ સૂચવવામાં આવી છે તેમાં રાજયો દ્યટાડો કરી શકે નહીં. એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે પણ કહ્યું કે, સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાના અમલ માટે રાજયોને દિશા-નિર્દેશો આપવા તે કેન્દ્રના અધિકારમાં છે.

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે સપ્ટેમ્બરમાં કાયદા મંત્રાલય દ્વારા કાનૂની મંતવ્યો માગ્યા હતા, જે બાદ ગુજરાત સહિત કેટલાક રાજયોની સરકારે કમ્પાઉન્ડેબલ ગુનાઓ (સમાધાન થઈ શકે તેવા ગુનાઓ) માટે દંડની રકમ મોટર વ્હીકલ એકટમાં ઉલ્લેખિત લદ્યુત્ત્।મ દંડ કરતાં દ્યટાડી દીધી હતી, સુધારેલો કાયદો ૧ સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવ્યો હતો.

મોટર વ્હીકલ એકટમાં ૨૪ કમ્પાઉન્ડેબલ ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેનો અર્થ એ છે કે આવા કેસોમાં ગુનેગાર સ્થળ પર જ દંડ આપી શકે છે, તેણે કોર્ટમાં જવાની જરૂર નથી. આવા ગુનાઓમાં હેલ્મેટ કે સીટબેલ્ટ પહેર્યા વગર ડ્રાઈવિંગ, ઈન્સ્યોરન્સ વગરનું વાહન ચલાવવું, ઈમરજન્સી વ્હીકલનો રસ્તો બ્લોક કરવો તેમજ ફૂલસ્પીડે વાહન ચલાવવું તેનો સમાવેશ થાય છે. સુધારેલા કાયદાની કલમ ૨૦૦ રાજયોને સચોટ દંડને સૂચિત કરવાનો અધિકાર આપે છે, જયાં કેન્દ્રીય કાયદાએ લદ્યુત્તમ અને મહત્તમ દંડ અથવા સજા નક્કી કરી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વેણુગોપાલે કહ્યું છે કે, મોટર વ્હીકલ એકટ (સુધારેલો) સંસદીય કાયદો હોવાથી, રાજયો રાષ્ટ્રપતિની મંજૂરી વગર કોઈપણ કાયદો પસાર કરી શકે નહીં અથવા તો કાયદામાં જે દંડની રકમ નક્કી કરવામાં આવી છે તેને ફિકસ કરવા માટે કોઈ કાયદો લાગુ કરી શકે નહીં.

રાજયો કેન્દ્રીય કાયદાના અમલીકરણને અલગ રાખી શકે કે કેમ તે અંગે AGએ બંધારણની કલમ ૨૫૬ હેઠળ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર રાજયોને ધારાધોરણોનું પાલન કરવા માટે આદેશ આપી શકે છે, તેમ સૂત્રોએ કહ્યું.

AGનો તેવો પણ અભિપ્રાય છે કે કેન્દ્રના કાયદાના ભંગ કરવા પર કલમ ૩૫૬ હેઠળની કાર્યવાહી પણ થઈ શકે છે, જેનો સીધો અર્થ એ છે કે રાજય સરકારે કેન્દ્રીય કાયદાનું સ્પષ્ટપણે પાલન કરવું જ પડશે. કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એકટમાં લગભગ ૬૦ કલમોને લાગુ કર્યા બાદ, કેન્દ્રીય કાયદાની નીચલી મર્યાદાનો ભંગ કરનાર ગુજરાત પહેલું રાજય હતું, જેને કાયદો મંજૂરી આપતું નથી. જે બાદ અન્ય રાજયોએ પણ દંડની રકમ દ્યટાડી દીધી હતી.

સરકારના અધિકારીઓએ દાવો કર્યો છે કે, બંધારણની કલમ ૨૫૪ પ્રમાણે રાજયોએ આદેશોનું પાલન કરવું પડશે. જો કેન્દ્ર અને રાજય વચ્ચે કાયદાકીય જોગવાઈ અંગે કોઈ મુદ્દો હોય તો તેમાં જીત કેન્દ્રીય કાયદાની જ થવી જોઈએ. ગુજરાતે નોન-કમ્પાઉન્ડેબલ ગુનાઓ માટે પણ અલગ-અલગ સજા અથવા દંડની જોગવાઈ કરી છે, જે મુજબ ગુનેગારે કોર્ટમાં હાજર થવું પડે છે.

(11:29 am IST)