Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

'' વાહે ગુરૂજીકી ફતેહ'': અમેરિકાના ન્યુજર્સીમાં ગુરૂ નાનકદેવની ૫૫૦મી જન્મ જયંતિ ઉજવાઇઃ ગવર્નર, સ્ટેટ એટર્ની, હોબોકેન મેયર સહિત ૩૦૦૦ ઉપરાંત લોકોની ઉપસ્થિતિ

ન્યુજર્સીઃ યુ.એસ.માં ન્યુજર્સીના જર્સી સીટી મુકામે ૨૩ નવેં.૨૦૧૯ના રોજ ગુરૂ નાનકદેવની ૫૫૦મી જન્મ જયંતિ ઉજવાઇ હતી. જેમાં ''વનનેસ ઇકવાલીટી ઓફ ઓલ રેઇસીસ'' શિર્ષક હેઠળ શીખ ધર્મના સિધ્ધાંતો તથા શિખીઝમ અંગે ઉદબોધન કરાયું હતું.

ન્યુજર્સી પર્ફોમીંગ આર્ટસ સેન્ટર ખાતે કરાયેલી ઉજવણીમાં ગવર્નર દીલ મુર્થીએ શીખોના યોગદાનને બિરદાવ્યું હતું. તથા વાહે ગુરૂજીકી ફતેહનો નારો લગાવ્યો હતો. ઉપરાંત ન્યુજર્સીના ઇન્ડિયન અમેરિકન શીખ એટર્ની શ્રી ગુરબીરસિંઘ ગ્રેવાલ, શ્રી સંદીપ ધાલીવાલ, હોબોકેન સીટી મેયર શ્રી રવિ ભલ્લા સહિત ૩ હજાર ઉપરાંત લોકો હાજર રહ્યા હતાં. જે પ્રસંગે અગ્રણી શીખ મહાનુભાવોનું સન્માન કરાયું હતું.

(7:33 pm IST)