Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

અફવા અટકતી નથી : પોતાની દીકરી સાથે જતા પિતાને બાળક ચોર સમજી ટોળાએ ઢીબી નાખ્યો !

મેંગલુરુના બેલથાંગુડી તાલુકામાં બનાવ :બાળકીને રડતી જોઈ લોકો તૂટી પડ્યા

મેંગલુર :ફેક વોટ્સએપ મેસેજને કારણે ફેલાયેલ અફવા હજુ અટકવાનું નામ લેતી નથી બાળક ચોર સમજીને ટોળા દ્વારા નિર્દોષ લોકે માર મારવાની ઘટનાઓ બનતી રહે છે મેંગલુરુના બેલથાંગુડી તાલુકામાં આવો બનાવ બન્યો છે જેમાં પોતાની દીકરી સાથે જઈ રહેલા પિતાને ટોળાએ બાળક ચોર સમજીની ઢીબી નાખ્યો.તાજેતરમાં મહારાષ્ટ્રમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી, જેમાં 5 લોકોના મોત થયા હતા.

  ઘટના મુજબ, 30 વર્ષનો કલીદ ઓટોમાં પોતાની 2 વર્ષની દીકરી સાથે સાંજના સમયે જઈ રહ્યો હતો. કલીદ કોઈ વાતથી તેની દીકરીથી નારાજ હતો અને તેની પીટાઈ કરી રહ્યો હતો. બાળકી ખૂબ જ રડી રહી હતી. આ વચ્ચે બે સ્થાનિક લોકોએ શખસના ખોળામાં રડતી બાળકી જોઈ અને તેનો પીછો કરીને રોકી લીધો. તેમણે કલીદને ઓટોમાંથી જબરજસ્તી બહાર કાઢ્યો. જ્યારે તેમણે બાળકી વિશે પૂછપરછ કરી તો ગુસ્સે થયેલા કલીદે કઈ પણ કહેવાથી ઈનકાર કરી દીધો. આ બાદ લોકોએ કલીદને ખૂબ ખરાબ રીતે પીટવાનું શરૂ કરી દીધું. બંનેએ તેને બાળકચોર સમજીને માર માર્યો.

  થોડી જ વારમાં સ્થળ પર અન્ય લોકો આવ્યા અને તેમણે પણ કલીદને માર મારવાનું શરૂ કરી દીધું. જ્યારે કલીદને વધારે માર પડવા લાગ્યો તો તે બૂમો પાડવા લાગ્યો કે બાળકી તેની જ છે. ઉજ્જૈર પોલીસે આવીને કલીદને ભીડમાંથી છોડાવ્યો. જ્યારે પોલીસે પૂછ્યું કે મારપીટ કોણે શરૂ કરી હતી તો કોઈ સામે ન આવ્યું. એટલી વારમાં બંને બાઈક વાળા શખસો ફરાર થઈ ચૂક્યા હતા.

  આ બાદ પોલીસે કલીદ અને તેની દીકરીને પોલીસ સ્ટેશન લઈ આવી. જ્યાં ઘણા સ્થાનિક લોકોએ આવીને જણાવ્યું કે દીકરી કલીદની છે. કલીદની પત્નીએ પણ પોલીસ સ્ટેશનમાં આવીને બંનેની ઓળખ કરી. જે બાદ પોલીસે તેને છોડી મૂક્યો.

  મામલામાં કોઈ રિપોર્ટ દાખલ કરવામાં આવી નથી. પોલીસે લોકોને અપીલ કરી છે કે તે ખોટા વોટ્સએપ મેસેજ પર ધ્યાન ન આપે. પાછલા કેટલાક મહિનાઓમાં ટોળા દ્વારા નિર્દોષ લોકોને માર મારવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. આ લોકોને ટોળું બાળક ચોર સમજીને માર મારે છે. હાલમાં જ ચેન્નઈમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી.

(12:24 am IST)