Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

બુલેટ ટ્રેન માટે પ્રથમ ટેન્ડર પ્રસિદ્ધ :નવસારી જિલ્લામાં બ્રિજ બનાવવા ટેન્ડર બહાર પડાયું

પાલઘર મામલામાં NHSRCLને 73 ગામોની મહિલાઓનું એક જૂથ બનાવવામાં સફળતા

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદન સહિતની મુશ્કેલીઓ આવ્યા બાદ હવે  બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનને લઈને મહારાષ્ટ્રના પાલઘરના ખેડૂતોના વિરોધને કારણે આ પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો છે. ભારતીય રેલવે આ પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કુલ 10 હજાર કરોડ રૂપિયામાં 1,400 હેક્ટર જમીન સંપાદિત કરવાની કામગીરી હાથ ધરી છે.

 આ પ્રોજેક્ટ ટ્રેક પર આવતો દેખાઈ રહ્યો છે. નેશલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)એ ગુજરાતના નવસારી જિલ્લામાં બુલેટ ટ્રેન માટે બ્રીજ બનાવવા માટે પહેલું ટેન્ડર બહાર પાડ્યું છે.

 ટેન્ડર બહાર પાડવાની સાથે NHSRCLએ જણાવ્યું કે, જમીન સંપાદનને લગતી પ્રક્રિયા આડેની અડચણો ધીરે-ધીરે દૂર થઈ રહી છે

  .સૂત્રોના કહેવા મુજબ, પાલઘરના મામલે પણ ઉત્સાહજનક સ્થિતિ છે. પાલઘર મામલામાં NHSRCLને 73 ગામોની મહિલાઓનું એક જૂથ બનાવવામાં સફળતા મળી છે, આ મહિલાઓને જે ગામોની જમીનો સંપાદિત કરવાની છે તેના સરપંચો સાથે વાતચીત કરવાનું કામ સોંપાયું છે. અલગ-અલગ બ્લોકની 15 મહિલાઓની એક ટીમ બનાવાઈ છે, જેમને મળનારા વળતર અને કેટલી જમીન સંપાદિત કરવાની છે તે અંગે ગામલોકોને માહિતી આપવાની જવાબદારી સોંપવામાં આવી છે.

  અહેવાલ મુજબ આ પદ્ધતિ કામ કરી રહી છે. પ્રોજેક્ટ ટીમને 18 ગામોમાં સર્વે કરવામાં સફળતા મળી છે. થોડા મહિના પહેલા તો આ સર્વે ટીમમાં ગામમાં પ્રવેશ પણ નહોતી કરી શકતી. જેમકે, દહાનુમાં પ્રોજેક્ટ ટીમ સાથે મારા-મારી પણ થઈ હતી.

  બુલેટ ટ્રેન માટે 508 કીમી લાંબો કોરિડોર બનાવવાનું કામ જાન્યુઆરી 2019માં શરૂ કરાયું હતું અને જમીન સંપાદન કરવાની ડેડલાઈન આ વર્ષના અંત સુધીની છે. મોદી સરકાર 2022માં આવી રહેલા 75મા સ્વતંત્રતા દિવસ સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો કરી દેવા ઈચ્છી રહી છે.

(12:09 am IST)