Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

બુરાડી કાંડ: ભાટિયા પરિવાર સાથે સબંધ ધરાવતી તાંત્રિક મહિલા પોલીસના સંકજામાં : રહસ્ય ખુલશે

નવી દિલ્હી:દેશભરમાં ચકચાર જગાડનાર બુરાડીકાંડમાં ક્રાઇમબ્રાંચને જબરી સફળતા મળી છે ક્રાઇમ બ્રાન્ચ આ પરિવાર સાથે જોડાયેલ તાંત્રીકને સંકજામાં લીધી છે આ તાંત્રિક એક મહિલા છે અને ભાટિયા પરિવારનું મકાન બનાવનાર કોન્ટ્રાક્ટરની બહેન છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, આ સામૂહિક આત્મહત્યાનાં મુખ્ય કાવત્રાખોર પરિવારનાં નાના પુત્ર લલિતનાં મોત પહેલા પોતાનાં કોન્ટ્રાક્ટરને જ ફોન કર્યો હતો. 

  પોલીસે જણાવ્યું કે, ભાટિયા પરિવાર સાથે આ ગીતા માં નામની મહિલા તાંત્રિકના સંબંધો રહ્યા છે.આ મહિલા તાંત્રિકનો દાવો છે કે તે ભૂત-પ્રેત ભગાવે છે. પોલીસ હવે આ મહિલા તાંત્રિકની પુછપરછ કરી રહી છે. પોલીસ હવે મહિલા તાંત્રિક પાસેથી તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેણે ભાટિયા પરિવારની આત્મહત્યાની યોજના અંગે કોઇ માહિતી હતી કે કેમ, શું ક્યારે પણ લલિત અથવા પરિવારનાં કોઇ સભ્યએ આ પ્રકારનો કોઇ સંકેત આપ્યો હતો. પોલીસ તે પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ગીતાનો તંત્ર વિદ્યામાં કેટલો દખલ હતો. 

 ક્રાઇમબ્રાંચની ટીમે ભાટિયા પરિવારનાં ઘરેથી 9 સ્ટુલ ઝડપ્યા છે. તેમાં 8 મોટા સ્ટૂલ છે અને 1 નાનુ સ્ટુલ છે. તે ઉપરાંત ગાળીયો બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલ તાર પણ ક્રાઇમબ્રાંચે જપ્ત કર્યો છે. પોલીસના અનુસાર 5 સ્ટુલનો ઉપયોગ 9 લોકોએ સામૂહિક આત્મહત્યા માટે કર્યો હતો, જ્યારે એક સ્ટૂલનો ઉપયોગ પ્રતિભાએ કરવાનો હતો. 

  સીસીટીવી ફૂટેજ અનુસાર 30 જુને આશરે 10 વાગ્યે પહેલીવાર આત્મહત્યા માટે સ્ટુલ લાવવામાં આવ્યું હતું. પોલીસના અનુસાર સીસીટીવી વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે બે મહિલાઓમાંથી એક સામુહિક આત્મહત્યા પાછળની માસ્ટરમાઇન્ડ હોવાનું જણાવાઇ રહ્યું છે. જે લલિત ભાટિયાની પત્ની નીતુ છે. બંન્ને મહિલાઓનાં હાથમાં 6 સ્ટુલ હતા જેનો ઉપયોગ ત્યાર બાદથી આત્મહત્યા માટે કરવામાં આવ્યો હતો. 

  અત્યાર સુધીની તપાસમાં આ સમગ્ર મુદ્દો ધાર્મિક અંધવિશ્વાસનો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર અનુષ્ઠાન પાછળ પરિવારનાં નાના પુત્ર લલિતનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસને ઘરેથી લલિતની લખેલી ડાયરી અને રજિસ્ટર મળ્યા છે જેમાં મૃત્યુ પાછળનાં મહત્વના રહસ્યો છુપાયેલા છે. 

  લલિતની ડાયરીમાંથી ખુલાસો થયો છે કે, જેના અનુસાર તેઓ મોતનું રિહર્સલ પણ કરતા હતા. મૃતક ભાટિયા પરિવારે 30 જૂનની રાતથી 6 દિવસ પહેલા સુધી ફંદા પર લટકવાનો અભ્યાસ કર્યો હતો. લલિત દ્વારા 30 લખાયેલી ડાયરી દ્વારા તે વાતનો ખુલાસો થયો છે કે પરિવારના મોતના ફંદા પર લટકતા પહેલા 6 દિવસો સુધી તેની પ્રેક્ટિસ કરવામાં આવી હતી. 

(11:39 pm IST)
  • નવા ડ્રાઇવિંગ લાઇસન્સ સિવાય તમામ કામ માટે અેપોઇન્ટમેન્ટ પ્રથા થશે રદ:RTOમાં ખાસ કાઉન્ટર ઊભાં કરાશેઃ અરજદારોને ટોકન અપાશે:પાસપોર્ટની જેમ હવે તત્કાલ લાઇસન્સ ઇશ્યૂ કરવાની પ્રથા પણ અમલી બનશે access_time 1:33 pm IST

  • સાબરકાંઠા જીલ્લા પંચાયતના ૨ અધિકારીઓ ૧.૨૦ લાખની લાંચ લેતા ઝડપાયા : ગાંધીનગર એસીબીએ કેન્ટીનમાં ટ્રેપ ગોઠવી લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા : માલ મંજૂર કરવા લાંચ માંગી હતી access_time 5:58 pm IST

  • યુપીના ગોરખપુર સહીત 12 જેલોમાં બનાવાશે ગૌશાળા: ગૌશાળાઓનાં નિર્માણ કરીને રખડતા ઢોરના સંરક્ષણની વ્યવસ્થા કરાશે : ડીજીપી અને ગૌશાળા પંચના અધિકારીઓની બેઠકમાં 12 જેલની પસંદગી: 12 જિલ્લાની યાદીમાં ગોરખપુર, આગરા, બારાબંકી, કન્નોજ, રાયબરેલી, બલરામપુર, સીતાપુર, સુલતાનપુર, કાનપુર દેહાત, ફિરોઝાબાદ અને મેરઠનો સમાવેશ access_time 12:59 am IST