Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જ 'માસ્ટર ઓફ રોસ્ટર' : સુપ્રિમની સ્પષ્ટતા

કેસ ફાળવણી કરવાની પ્રક્રિયામાં બદલાવની માંગ કરતી અરજી કોર્ટે ફગાવી દીધી : વરિષ્ઠ વકિલ શાંતિ ભૂષણે દાખલ કરી હતી અરજી

નવી દિલ્હી તા. ૬ : સુપ્રીમ કોર્ટના જજો ને કેસ ફાળવણી કરવાની પ્રક્રિયામાં બદલાવની માંગ કરતી અરજી ફગાવી દીધી છે. આ અરજી સીનીયર વકીલ શાંતિ ભુષણે દાખલ કરી હતી. શાંતિ ભુષણ તરફથી તેના પુત્ર પ્રશાંત ભુષણ અને સીનીયર કોંગ્રેસ નેતા કપીલ સિબ્બલ દલીલ આપી રહ્યા હતાં. કોર્ટે કહ્યું કે, અગાઉ અનેક ચુકાદામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ચીફ, જસ્ટીસ ઓફ ઇન્ડીયા જ 'માસ્ટર ઓફ રોસ્ટર' છે. તેઓને જ જજોને કેસ ફાળવણી કરવાનો અધિકાર છે. કોર્ટે કહયું કે અરજીમાં રાખવામાં આવેલી માંગ અવ્યવહારીક છે.

ઉલ્લેખનીય છે કે સીનિયર વકીલ શાંતિ ભુષણ દ્વારા દાખલ કરેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે કેસોની ફાળવણી કોલેજીયમે કરવી જોઇએ. બીજીબાજુ એટોર્ની જનરલે કહ્યું હતું કે ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડીયા જ માસ્ટર ઓફ રોસ્ટર છે. જો કોઇ જજો દ્વારા મળીને રોસ્ટર નકકી કરાશે. જેનાથી સિસ્ટમ પડી ભાંગશે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં દાખલ કરેલી અરજીનું પરીક્ષણ કર્યા બાદ નિર્ણય લીધો હતો. તેમાં ભુતપુર્વ કાયદા મંત્રી શાંતિ ભુષણે ચીફ જસ્ટીસ દ્વારા કેસોને ફાળવણી કરવા અંગેની હાલની સીસ્ટમમાં પ્રશ્નો ઉભા કર્યા હતાં.

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, કેસોની ફાળવણી કોલિજીયમ કરે, જેમાં ચીફ જસ્ટીસ સહિત પાંચ સીનિયર જજ હોય ગયા વર્ષે કેસોની ફાળવણી પર સુપ્રીમના ચાર સીનિયર જજોએ સવાલ ઉઠાવીને પત્રકાર પરીષદ યોજી હતી. ત્યારબાદ સુપ્રીમના ચીફ જસ્ટીસે એક ફેબ્રુઆરીએ નવા કેસોની ફાળવણી માટે રોસ્ટર સીસ્ટમ લાગુ કરી તેને પબ્લિક ડોમેનમાં રાખવામાં આવ્યા છે. ૧૧ એપ્રિલે ચીફ જસ્ટીસની નેતૃત્વવાળી બેચે કહ્યું હતું કે, રોસ્ટર નક્કી કરવાનો અધિકાર ચીફ જસ્ટીસનો છે.

(3:57 pm IST)