Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

અને વિકાસ કહેવાય કે નહિ?

એપ્રિલ-મે માં લોકોએ કરી રેકર્ડબ્રેક હવાઇ યાત્રા

નવી દિલ્હી તા. ૬ :.. ભારતીય મુસાફરોએ આ વર્ષે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ઉડાણ એમ બન્નેમાં રેકોર્ડ વૃધ્ધિ નોંધાવી છે. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયા પ્રમાણે આ વર્ષે એપ્રિલ અને મે માં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય બંનેના મળીને રોજના ૯.૪ લાખ મુસાફરો એ હવાઇ મુસાફરી કરી હતી. જે ગયા વર્ષની સરખામણીમાં ૧૭.૭ ટકા વધારે હતી.

હવાઇ સફરને વધારવા માટે આક્રમક રીતે કામ થઇ રહ્યું છે અને તેની અસર પણ જોવાઇ રહી છે. એપ્રિલ-મે ના મહીનામાં ઘરેલુ ઉડાનમાં ર૦.૩ ટકા નો વધારો નોંધાયો છે. જયારે આંતર રાષ્ટ્રીય હવાઇ સફરમાં ૮.ર ટકા વધારો થયો છે. જયારે આંતર રાષ્ટ્રીય હવાઇ સફરમાં ૮.ર ટકા વધારો થયો છે. ૪ મેટ્રો શહેરોની સાથે કોચી અને નાગપુર એવા એરપોર્ટ છે. જયાંથી સૌથી વધારે યાત્રીકોએ મુસાફરી કરી હતી. જણાવી દઇ એ કે એ.એ.આઇ. દ્વારા ૧૦૯ એરપોર્ટનું સંચાલન કરાય છે.

એએઆઇ ચેરમેન ગુરૂ પ્રસાદ મોહપાત્રાનું  કહેવું છે કે એર ટ્રાફીક દેશમાં બહુ ઝડપથી વધી રહ્યો છે અને તેના માટે સારી સુવિધાઓ આપવા અમે ઇન્ફ્રાસ્ટ્રકચર વધારવાની કોશીષો કરી રહ્યા છીએ.  ભારતને ઉડયન ક્ષેત્રે સર્વ શ્રેષ્ઠ બજાર બનાવવાનું અમારૃં લક્ષ્ય છે.  જો કે અહીં આ એ પણ ધ્યાનમાં લેવાની જરૂર છે કે  મુસાફરોની વધતી સંખ્યા સાથે પેટ્રોલની કિંમતો વધી રહી હોવાથી  ભાડા પર તેની અસર પડી રહી છે.પેટ્રોલના ભાવ વધારાના કારણે એર લાઇન્સોએ મજબુરીમાં ભાડુ વધારવું પડે છે સાથે જ બેગેજ અને બીજા ચાર્જ રૂપે મુસાફરો પાસેથી પૈસા લેવાય છે. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસીએશને ગુરૂવારે કહયું કે ર૦૧૭ ની સરખામણીએ આ વર્ષે ભારતમાં  ઘરેલુ હવાઇ સફરમાં ૧૬.૬ ટકાનો વધારો થયો છે.

(3:30 pm IST)