Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

મેક્સિકોમાં ફટાકડાના ગોડાઉનમાં એકધારા વિસ્ફોટ:19 લોકોના મોત: 49 લોકો ઘાયલ

મૃતકોમાં ફાયરબ્રિગેડની બચાવ ટુકડીના બે લોકો પણ સામેલ

મેક્સિકો મધ્ય મેક્સિકોના ટૂલપેટિક શહેરમાં એક ફટાકડાના ગોદાઉનમાં એકપછી સતત વિસ્ફોટ થતા તેમાં 19 લોકોની ઝીંદગી હોમાઈ ગઈ છે વિસ્ફોતો એટલા ભયાનક હતાં લોકોને બચવા માટે એક મોકો પણ નહતો મળ્યો. કેટલાક લોકોના મોત એક બીજાને બચાવવામાં પણ થઇ ગયા હતાં. આ મૃતકોમાં ફાયરબ્રિગેડની બચાવ ટુકડીના લોકો પણ સામેલ હતાં એક ન્યૂઝ એજન્સી પ્રમાણે આ દુર્ઘટનામાં 19 લોકોના મોત નીપજ્યાં છે જ્યારે 49 લોકો ઘાયલ થયા છે. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ મૃતકોમાં ફાયરબ્રિગેડની બચાવ ટુકડીના બે લોકો પણ સામેલ છે.

(1:00 pm IST)