Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરશે ‘હાઇબ્રિડ ઓનલાઇન-ટુ-ઓફલાઇન' રિટેલ સર્વિસ

મુંબઈ :રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ‘હાઇબ્રિડ ઓનલાઇન-ટુ-ઓફલાઇન' રિટેલ સર્વિસ શરૂ કરવાની મહત્ત્વાકાંક્ષી યોજના જાહેર કરી છે. તેમાં જીયોની ટેલિકોમ સર્વિસ તથા રિલાયન્સ રિટેલના 7,500 સ્ટોર્સની ચેઇનને જોડવામાં આવશે. આ ઉપરાંત કિરાણા આઉટલેટ્સ પણ શરૂ કરવામાં આવશે જેના ટેકનોલોજી પ્લેટફોર્મની હજુ જાહેરાત થઈ નથી. રિલાયન્સની સીધી હરિફાઇ ફ્લિપકાર્ટ અને એમેઝોન સાથે થશે.

(12:31 pm IST)