Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ગુદા માર્ગથી પેટમાં પહોંચી ગયો ગ્લાસઃ ૧૦ દિવસે બહાર નીકળ્યો

પૈસા લૂંટવા આવેલા લોકોએ ગુદા માર્ગમાં ગ્લાસ નાંખ્યો

કાનપુર તા. ૬ : કાનપુરના રામા હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટરમાં ડોકટરો સામે એક અલગ જ કેસ સામે આવ્યો. દિબિયાપુરનો એક વ્યકિત પેટમાં દુખાવની ફરિયાદ લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો. ડોકટરોએ જયારે રિપોર્ટ કર્યા તો તેમના હોશ ઉડી ગયા. રિપોર્ટમાં જાણવા મળ્યું કે તે વ્યકિતના પેટમાં ગ્લાસ ફસાયેલો છે.સીનિયર સર્જન ડોકટર દિનેશ કુમારે જણાવ્યું કે, 'રામદીનના મતે, તેણે થોડા દિવસ પહેલા તેની બાઈક વેંચી હતી, જેના ૫૦ હજાર રૂપિયા તેને મળ્યાં હતા. આ પૈસા લૂંટવા માટે લુખ્ખાઓએ તેને માર મારી બેભાન કરી દીધો. ત્યાર બાદ તેના ગુદા માર્ગથી સ્ટીલનો ગ્લાસ અંદર નાંખ્યો, જે તેના પેટમાં પહોંચી ગયો હતો. આ ઘટના ૧૦ દિવસ બાદ દર્દીને પેટમાં દુખાવો થતા તે સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યો હતો.'

ડોકટરનું કહેવું છે કે 'રીપોર્ટમાં ગ્લાસ હોવાનું સામે આવ્યા બાદ તેના ઓપરેશન માટે ડોકટરોની એક ટીમ બનાવવામાં આવી. એક કલાકના ઓપરેશન બાદ ગ્લાસ બહાર કાઢી શકાયો હતો.' (૨૧.૯)

(11:40 am IST)