Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

જમ્‍મુ-કાશ્મીરની શેર એ કાશ્મીર યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહમાં રાષ્‍ટ્રગીતનું અપમાનઃ કેટલાક વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ રાષ્‍ટ્રગીતના ગાયન સમયે ઉભા જ ન થયા

નવી દિલ્હીઃ જમ્‍મુ કાશ્‍મીરની શેર એ કાશ્મીર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં રાષ્‍ટ્રગીતનું અપમાન થતા ઘેરા પડઘા પડ્યા છે.

આ સમારોહમાં કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રગીતના અપમાનનો એક વીડિયો સામે આવ્યો છે. સમારોહમાં જ્યારે રાષ્ટ્રગીત વાગી રહ્યું હતું ત્યારે કેટલાક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ તેના સન્માનમાં ઊભા થવાની પરંપરાનું પાલન કર્યું નહીં. તેઓ પોતાની સીટ ઉપર જ બેસી રહ્યાં. દીક્ષાંત સમારોહમાં સેંકડો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ હાજર હતાં. જ્યારે રાષ્ટ્રગીત વાગી રહ્યું હતું ત્યારે અનેક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ તેના સન્માનમાં આપોઆપ ઉભા થઈ ગયા હતાં. એજન્સીએ તેનો એક વીડિયો પણ જારી કર્યો છે. 

અત્રે જણાવવાનું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મે મહિનામાં જ શેર એ કાશ્મીર યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર સાયન્સિઝ એન્ડ ટેક્નોલોજીના દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. તેમણે કહ્યું હતું કે હું ખુશ છું કે આજે 400થી વધુ છાત્રોને મેડલ અને પદવીઓ પ્રદાન કરવામાં આવી. આ દરમિયાન પીએમ મોદીએ લેહમાં એશિયાની સૌથી મોટી સુરંગ 'જોજિલા'ની આધારશીલા રાખી હતી અને ત્યારબાદ સીધા કાશ્મીર પહોંચ્યા હતાં. 

જમ્મુ અને કાશ્મીર સરકારે 2016માં રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓમા કથિત રીતે સંડોવણી બદલ 12 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરી નાખ્યા હતાં. આ અગાઉ તેમના વિરુદ્ધ ડોઝિયર તૈયાર કરાયું હતું. જે 12 ઓફિસરોને સસ્પેન્ડ કરાયા તેમના વિરુદ્ધ પોલીસ તપાસ પણ શરૂ કરાઈ હતી. પોલીસે આ ઓફિસરોને લઈને એક મહત્વનો તપાસ રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ ઓફિસરોને પોલીસ રિપોર્ટ આવ્યાં બાદ રાજ્યના મુખ્ય સચિવના આદેશ પર સસ્પેન્ડ કરાયા હતાં. 

(6:02 pm IST)
  • અલ્પેશ ઠાકોરની અચાનક તબિયત લથડી : હોસ્પિટલમાં દાખલ કરાયા :કોંગ્રેસના તેજતર્રાર ધારાસભ્ય અને ગુજરાતના ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરની તબિયત અચાનક નાદુરસ્ત થતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયાનું જાણવા મળે છે.વધુ વિગતો મેળવાય રહી છે access_time 1:09 am IST

  • અમદાવાદમાં ડીએસપી કચેરી નજીક જ દારૂના અડ્ડા ઉપર રેડ access_time 5:41 pm IST

  • સુરતમાં કોર્પોરેશનની જમીનમાંથી દબાણ દૂર કરતી વખતે લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ : કોર્પોરેશનની જમીનમાં સ્થાનિક લોકોએ બનાવેલ ધાર્મિક સ્થળનું દબાણ દૂર કરતી વખતે ટોળાનો હુમલો : પોલીસ દ્વારા ૧૦ની અટકાયત access_time 5:41 pm IST