Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

છેલ્લા ૨૦ વર્ષથી ગરોળીને ખાય છે

રોજની ૧૦ ગરોળી ખાધા વગર આ માણસને નથી આવતી ઉંઘ

ભોપાલ તા. ૫ : સમાન્ય રીતે ગરોળીનું નામ સાંભળતા જ મોટાભાગની છોકરીઓ મોંઢું બગાડે છે. તો કેટલીક મહિલાઓ ઘરમાં ગરોળીને જોતા જ બુમો પાડવા લાગે છે. જોકે અહીં તમને એવા વ્યકિત વિશે જણાવીશું જે જાણીને તમારા પણ હોશ ઉડી જશે. મધ્ય પ્રદેશમાં રહેતો યુવક ગરોળી વગર એક દિવસ પણ રહી શકતો નથી. આ યુવક ગરોળી સાથે એવી હરકત કરે છે જે સામાન્ય માણસ સપનામા પણ વિચારી નથી શકતો.

વેબસાઇટ પત્રિકામાં પોસ્ટ થયેલા એક આર્કિટક પ્રમાણે આ અજીબો ગરીબ યુવકનું નામ કૈલાશ છે જે મધ્ય પ્રદેશના મૈના ગામમાં રહે છે. કૈલાશને ગરોળી ખાવી ખુબ જ પસંદ છે. આ વાત જાણીને તમને નવાઇ લાગશે પરંતુ આ વાત સાચી છે. કૈલાશને ગરોળી ખાવાની લત છે. તેને એક દિવસ પણ ગરોળી ખાધા વગર ચાલતું નથી. એટલું જ નહીં કૈલાશને ગરોળીનો સૂપ પીવો પણ ખુબ જ ગમે છે. કૈલાશના આ અજીબો ગરીબ શોખના કારણે લોકો તેને વિષ પુરુષ કહે છે. કૈલાશ દરરોજની ૧૦ જેટલી ગરોળી ખાય છે.

કૈલાશ છેલ્લા ૨૦ વર્ષથી ગરોળીને ઉકાળીને ખાય છે. તે તેનો સૂપ પણ બનાવીને પીવે છે. ગરોળીને ઉકાળેલું પાણી પણ કૈલાશ પી જાય છે. તે દરરોજ સુતા પહેલા ત્રણ ગરોળીને ઉકાળીને ખાય છે. જો તે ગરોળી ન ખાય તો તેને ઊંઘ આવતી નથી. કૈલાશ ગરોળી સિવાય કિડા પણ ખાવા ખુબ જ ગમે છે. અત્યાર સુધી કૈલાશ ૬૦ જેટલા ઝેરી કીડા ખાય છે.

કૈલાશને હજી સુધી કોઇપણ ઝેરી પ્રાણીની અસર થતી નથી. જયારે ગામમાં કોઇને સાંપ કરડે ત્યારે કૈલાશ તેનું ઝેર ચુસીને બહાર કાઢીને તે વ્યકિતનો જીવ બચાવે છે.(૨૧.૨૯)

(4:22 pm IST)