Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

દિલ્હીમાં સબંધો શર્મસાર :નવ વર્ષની માસુમ બહેન પર મોટાભાઈએ કર્યો બળાત્કાર

એકલતાનો લાભ લઇ ભાઈ બન્યો હેવાન :બાળકીના ગુપ્તાંગમાંથી લોહી નીકળતી હાલતમાં માતા પિતાએ હોસ્પિટલમાં કરી દાખલ

નવી દિલ્હી :દેશની રાજધાનીમાં સંબંધોને શર્મસાર કરતી ઘટના બહાર આવી છે એક નવ માસૂમ સાથે તેના જ મોટા ભાઈએ બળાત્કાર કર્યો છે. મળતી વિગત મુજબ નોર્થવેસ્ટ દિલ્હીના આદર્શ નગરમાં આ દુષ્કર્મની ઘટના બની છે પોલીસે જણાવ્યું કે ફરિયાદ મળ્યા પછી મામલો નોંધી લીધો છે પોલીસને એક સ્થાનીય હોસ્પિટલ ઘ્વારા આ જાણકારી મળી.

 વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ બાબતે જાણકારી મળી કે સ્થાનીય હોસ્પિટલમાં એક બાળકીના ગુપ્તાંગમાંથી લોહી નીકળી રહ્યું હતું, જેને હોસ્પિટલમાં ઉપચાર માટે લાવવામાં આવી હતી. પીડીતાએ કાઉન્સલરને જણાવ્યું કે જયારે ઘરમાં તેના માતાપિતા ના હતા ત્યારે તેના ભાઈએ તેની સાથે જબરજસ્તી સંબંધ બનાવ્યો. પોલીસે જણાવ્યું કે જયારે માતાપિતા ઘરે આવ્યા ત્યારે બાળકીના ગુપ્તાંગમાંથી લોહી નીકળી રહ્યું હતું. તેને જલ્દીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.

(4:17 pm IST)