Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

યમનમાં લગ્ન સમારોહમાં હવાઈ હુમલો :દુલહન સહીત 20 લોકોના મોત :વરરાજા સહીત 45 ઘાયલ

મૃતકોમાં સૌથી વધુ મહિલાઓ અને બાળકોનો સમાવેશ :ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા

 

યમનના સાઉથ પ્રાંતમાં એક લગ્ન સમારંભમાં હવાઇ હુમલાથી દુલ્હન સહિત 20 લોકોનાં મોત નિપજ્યા છે મૃતકોમાં સૌથી વધુ મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. સિવાય વરરાજા સહિત 45 લોકો ઘાયલ થયા છે, જેઓને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.

 

   અહેવાલ મુજબ એરસ્ટ્રાઇકના નિશાના પર અલ-તાહિર જિલ્લાના ઘફિરાહ ગામમાં આયોજિત લગ્ન સમારંભ હતો. સાઉદી ગઠબંધનનો દાવો છે કે, તેઓએ ક્યારેય સામાન્ય નાગરિકોને નિશાન નથી બનાવ્યા. તેઓ માત્ર બળવાખોરોના ઠેકાણાંઓને ટાર્ગેટ કરે છે. હવાઇ હુમલામાં સાઉદી નેતૃત્વવાળા ગઠબંધનનો હાથ હોવાની આશંકા છે. જો કે, વાતની હજુ સુધી પુષ્ટી મળી નથી.
  
સાઉદી નેતૃત્વવાળા ગઠબંધન દળોથી લડતા ઇરાન-સહયોગી શિયા હુથઇ વિદ્રોહીઓએ સાદામાં પોતાનો ગઢ બનાવીને રાખ્યો છે. સિવાય સોમવારે પણ યમનના જાબિદ જિલ્લામાં એક સ્કૂલની પાસે હવાઇ હુમલો થયો હતો. હુમલામાં 3 લોકોનાં મોત તયા હતા અને 4 લોકો ઘાયલ થયા હતા.

(12:00 am IST)