Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

કલેકટર ઓફીસના કર્મચારીએ લીધી ૯ હજારની લાંચ : મેનકા ગાંધીએ ખખડાવી નાખ્યો : એક કલાકમાં પૈસા પરત કરો

સુલતાનપુર,તા.૩ : ઉત્તર પ્રદેશના  સુલતાનપુરમાં ભાજપા ધારાસભ્ય દેવમણી દુબેના વિધાન સભા ક્ષેત્ર લંભુઆમાં એસ ડી એમના કર્મચરીએ એક વ્યકિત પાસેથી ૯ હજાર રૂપિયાની લાંચ લીધી હતી. બુધવારે જ્યારે પીડીતે આની ફરીયાદ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન એન સુલતાનપુરના સાંસદ મેનકા ગાંધીને કરી તો તેઓ ગુસ્સે થલ ગયા. મેનકાગાંધીના પ્રતિનિધી વિજયસિંહ રઘુવંશીએ જણાવ્યુ કે સાંસદે રિશ્વત ખોર કર્મચારીને કહ્યું કે ૯ હજાર રૂપિયા એક કલાકમાં પરત કરો, મારા વિસ્તારમાં રિશ્વતખોરી નહીં ચાલે. મેનકાએ આરોપીને જેલજોગો કરવાની ધમકી પણ આપી હતી.

એક વીડીયોમાં મેનકા ગાંધછ કડક શબ્દોમાં કર્મચારીને કહી રહ્યા છે, ''હું તમને જેલ ભેગો કરવાની છું. તમારા વિરૂધ્ધ ફરિયાદ મળી છે.  હમણાં એક કલાકમાં લાંચના ૯ હજાર રૂપિયા પરત કરો, એક કલાકમાં પૈસા પાછા નથી આપ્યા તો હું એસડીએમ એન ડી એમને વાત કરવાની છું''

મેનકા ગાંધીએ કહ્યું ''મને એક કલાકમાં ફોન આવી જવો જોઇએ કે પૈસા પાછા મળી ગયા તમે એક નંબરના ચોર છો અને મોટા લાંચીયા છો આ પૈસા તમારે પાછા આપવા પડશે અને હવે કોઇ લાંચની ફરિયાદ મળી તો બહુ ખરાબ થશે. મને એક કલાકમાં પૈસા પાછા આવી ગયાનો ફોન આવી જવો જોઇએ મારા વિસ્તામાં રૂશ્વતખોરી નહીં ચાલે.''

(12:44 pm IST)