Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

લાઇનમેન તરીકે મહિલાઓની ભરતી ન કરી શકાય : તેલંગણાની વિદ્યુત ઓફિસે લાઇનમેન તરીકેની ભરતીમાંથી મહિલાઓને બાકાત રાખી : મહિલાઓ થાંભલા ઉપર ચડી ન શકે તેવું કારણ આપ્યું : હવે તો લશ્કરમાં પણ મહિલાઓની ભરતી થાય છે તો વિદ્યુત કંપનીમાં શા માટે નહીં ? : થાંભલા ઉપર ચડાવવાનો ટેસ્ટ લઇ ત્યારપછી નિર્ણય લેવાનો હાઇકોર્ટનો આદેશ

હૈદરાબાદ : તેલંગણામાં આવેલી વિદ્યુત કંપનીએ લાઇનમેન તરીકેની ભરતીમાં મહિલાઓને લેવાનો ઇન્કાર કરતા બે મહિલાઓએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા . જેના અનુસંધાને હાઇકોર્ટે નોટિસ પાઠવતા જવાબમાં કંપનીએ  જણાવ્યું હતું કે મહિલાઓ થાંભલા ઉપર ચડી શકે નહીં તેથી લાઈનમેન  તરીકેની ભરતીમાંથી તેઓને બાકાત રાખી છે.

નામદાર કોર્ટે જણાવ્યું હતું કે હવે તો લશ્કરમાં પણ મહિલાઓની ભરતી થાય છે તો વિદ્યુત કંપનીમાં શા માટે નહીં ?પહેલા તેઓનો ટેસ્ટ લ્યો .પછી નિર્ણય લેવા જણાવ્યું હતું તેમજ આ ટેસ્ટ બે સપ્તાહમાં જ લઇ લેવાનો આદેશ કર્યો હતો.તેવું એનબીટી દ્વારા જાણવા મળે છે.

(12:17 pm IST)