Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

ચીન દ્વારા હાઈપરસોનિક જેટ એન્જિન તૈયાર કરાયું

નવા જેટ એન્જિનને સોડ્રમજેટ નામ અપાયું : પરંપરાગત વિમાનોમાં આ એન્જિનને લગાવી શકાય છે

બેઈજિંગ, તા. : ચીને એક હાઇપરસોનિક જેટ તૈયાર કર્યું હોવાનો દાવો કર્યો છે, જે અવાજની ગતિથી ૧૬ ઘણી ઝડપે ઊડી શકે છે. દાવા પ્રમાણે જો જેટ એન્જિનને કોઈ વિમાનમાં ફિટ કરવામાં આવે છે તો દુનિયામાં ક્યાંય પણ બે કલાકમાં પહોંચવામાં સક્ષમ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અવાજની ઝડપ ૧૨૩૪. કિમી પ્રતિ કલાકની હોય છે. સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટના રિપોર્ટ પ્રમાણે, ચીને નવા જેટ એન્જિનને સોડ્રમજેટ નામ આપ્યું છે.

બેઇજિંગની એક ટનલમાં આનું પરીક્ષણ કરવામાં આવ્યું. ટેસ્ટિંગ દરમિયાન જેટ એન્જિન ટનલમાં મેળવી શકનારી મહત્તમ ઝડપ સુધી પહોંચવામાં સફળ રહ્યું. રિસર્ચર્સનું પણ કહેવું છે કે, પરંપરાગત રનવેથી ઊડાન ભરનારા વિમાનોમાં પણ એન્જિનને લગાવવામાં આવી શકાય છે. ઊડાન ભર્યા બાદ વિમાન એક ખાસ ઑરબિટમાં પહોંચશે અને પછી ફરી લેન્ડિંગ સમયે ધરતીના વાયુમંડળમાં આવી જશે.

જો એન્જિન આગળના પરીક્ષણોમાં પણ સફળ રહે છે અને મિલિટ્રી પણ આનો ઉપયોગ કરે છે તો આનાથી અત્યંત ખતરનાક હથિયારો તૈયાર કરી શકાય છે. તો સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટના એક એક્સપર્ટે જણાવ્યું કે, એન્જિનથી જોડાયેલી સ્ટડી પ્રકાશિત કરવામાં આવી છે તેમાં વાતનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે કે ટેકનિક પાછળનું સીક્રેટ સાર્વજનિક ના થાય.

રિસર્ચર્સનું પણ કહેવું છે કે નવી ટેકનોલોજીનો રિવ્યૂ પણ વૈજ્ઞાનિકોએ કરી દીધો છે. એન્જિનમાં ઇંધણ માટે હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચાઇનીઝ એકેડમી ઑફ સાયન્સના પ્રોફેસર જિઆંગ જોંગલિને એન્જિન તૈયાર કરનારી ટીમનું નેતૃત્વ કર્યું છે.

(12:00 am IST)