Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

૧પ ઓગસ્ટથી ખેડૂતોને મળશે મહિને ૩૦૦૦નું પેન્શન

મોદી સરકાર ૧પમીથી કિસાન પેન્શન યોજના અમલી બનાવશે : પ્રથમ ૩ વર્ષમાં પ કરોડ લાભાર્થીઓને જોડવાનું લક્ષ્યાંકઃ સરકારની તિજોરી ઉપર રૂ.૧૦,૭૭૪.પ કરોડનો વાર્ષિક બોજો પડશે : સરેરાશ ઉંમર ર૯ વર્ષ હોય તો તેણે મહિને રૂ. ૧૦૦નું આપવાનું યોગદાન

નવી દિલ્હી, તા. ૩ : મોદી સરકાર હવે ખેડૂતો માટે ૧પ ઓગસ્ટથી પેન્શન સ્કીમ શરૂ કરશે. આ સ્કીમના ડ્રાફટને અંતિમરૂપ અપાઇ ચૂકયું છે. નાણા મંત્રાલયની સાથે કૃષિ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ મળીને આ કાર્ય પૂરૂ કર્યું છે. સુત્રો અનુસાર, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૧પ ઓગસ્ટે કિસાન પેન્શન સ્કીમની શરૂઆત કરશે. કૃષિ સચિવે રાજયોને પત્ર લખીને સ્કીમ લાગુ કરવા માટેની મીકેનીઝમ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. આ યોજના હેઠળ એલઆઇસી ખેડૂતોના પેન્શન ફંડને મેનેજ કરશે. આ સ્કીમ હેઠળ ખેડૂતોને ૬૦ વર્ષના થયા પછી ૩૦૦૦ રૂપિયા પેન્શન તરીકે આપવાની જોગવાઇ છે.

ઉલ્લેખનીય છે કે, આ યોજનાથી સરકારી ખજાના પર વાર્ષિક ૧૦૭૭૪.પ કરોડ રૂપિયાનો બોજ વધશે. આ યોજનામાં જોડાનાર વ્યકિતની ઉંમર ર૯ વર્ષ હશે તો તેણે મહિને ૧૦૦ રૂપિયાનું યોગદાન આપવું પડશે. જો તેની ઉંમર ર૯થી ઓછી હશે તો યોગદાનની રકમ ઓછી થશે અને જો ઉંમર વધારે હશે તો યોગદાનની રકમ વધશે. સુત્રો અનુસાર આ યોજનામાં જોડાવા માટે ૧૮થી ૪૦ વર્ષના ખેડૂતો અરજી કરી શકશે. ખેડૂતોએ દર મહીને ૧૦૦ રૂપિયાનું યોગદાન આપવું પડશે. ૬૦ વર્ષની ઉંમર થયા પછી તેને દર મહીને ૩૦૦૦નું પેન્શન મળશે. ખેડૂતો માટે આ યોજના સંપૂર્ણ સ્વૈચ્છિક રહેશે. તેમાં અડધો ભાગ ખેડૂતોનો અને અડધુ યોગદાન સરકાર નાખશે. આવતા સપ્તાહથી તેના રજીસ્ટ્રેશનની શરૂઆત થઇ જશે.

નાણા મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ અનુસાર આ સ્કીમમાં રાજય સરકારોનો પૂરો સહકાર લેવામાં આવશે. રાજયોને કહેવામાં આવ્યું છે કે, તેઓ વધુમાં વધુ ખેડૂતોને આનો લાભ પહોંચાડવામાં સહકાર આપે. કેન્દ્ર સરકાર આની સંપૂર્ણ જવાબદારી ઉઠાવશે અને રાજય સરકારો પર આનો કોઇ નાણાકીય બોજ નહીં નાખવામાં આવે.(૮.પ)

 

(10:35 am IST)
  • પૂંછ જિલ્લાના મેન્ઢાર સેકટરમાં આજે રાત્રે ૮.૩૦ થી પાકિસ્તાએ વિનાકારણ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી તોપમારો અને નાના શસ્ત્રોથી ફાયરિંગ શરૂ કરેલ છે : ભારતીય જવાનો મૂંહતોડ જવાબ આપી રહ્યા છે : છેલ્લા ૩૬ કલાકમાં ભારતીય લશ્કરે, પાકિસ્તાન બોર્ડર એક્શન ટીમ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો : સરહદ ઉપર પાકિસ્તાનના ૭ કમાન્ડોને ફૂંકી મારતા ભારતીય લશ્કરના જવાનો : તેમના મૃતદેહો અંકુશ હરોળ રેખા (LOC) ઉપર સરહદે પડ્યા છે : ભારે ગોળીયુદ્ધને લીધે આ મૃતદેહો લઇ શકાયા નથી access_time 9:54 pm IST

  • અમેરિકાના ટેક્સાસ ખાતે આવેલ અલ પાસો ના વોલમાર્ટમાં મલ્ટીપલ શૂટરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો : મળતા અહેવાલ મુજબ ૧૮ના મોત થયા છે : 3 વ્યક્તિઓને પોલીસે હીરાસ્તમાં લીધા : રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઘટનાની વિગતોથી અવગત કરાય : સ્થાનિક પોલીસના અનુસાર અત્યારે સ્થિતિ કાબુમાં છે access_time 1:24 am IST

  • વાપીથી અમદાવાદ સુધી બેફામ વરસાદ ચાલુઃ એકસપ્રેસ બ્રીજ ઉપર પણ પાણી ભરાયા : વાપી, વલસાડથી માંડીને નવસારી સુરત, વડોદરા અને અમદાવાદની ભાગોળે ભારેથી અતિભારે વરસાદ ચાલુઃ વડોદરા નજીક નેશનલ એકસપ્રેસ હાઇવેના બ્રીજ ઉપર પાણી ભરાયાઃ વાહનો બ્રીજ ઉપર અત્યંત ધીમી ગતિએ ચાલી રહયા છે. access_time 3:28 pm IST