Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

ભાજપ નેતા કૈલાશ વિજય વર્ગીયે મમતા બેનર્જીના ભત્રીજાએ આપેલી માનહાનિની નોટીસ સામે ધારદાર નિવેદન આપતા જણાવ્‍યું ‘‘ હું માફી માગવાનો નથી ચોરોની ધમકીઓ ડરતો નથી’’

નવી દિલ્હી: ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયે આજે મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજી તરફથી મોકલવામાં આવેલી માનહાનિની નોટિસ પર પલટવાર કર્યો છે. વિજયવર્ગીયે અભિષેક બેનરજી પર નિશાન સાંધતા કહ્યું કે હું ચોરોની ધમકીઓથી ડરતો નથી. બધા જાણે છે કે તેઓ બંગાળમાં શું કરે છે. ત્યાં દરેક ગેરકાયદેસર ગતિવિધિ તેમની સાથે જોડાયેલી છે. હું માફી માંગવાનો નથી., આ લોકો જલદી જેલમાં જશે.

અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળમાં ઝેરી દારૂ (લઠ્ઠો) પીને 12 લોકોના મોત થયા હતાં અને 35 લોકોની તબિયત બગડી હતી. આ ઘટના બુધવારે નાદિયા જિલ્લાના નરસિંહપુર ગામમાં થઈ હતી. અધિકારીઓએ શુક્રવારે આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યની સીઆઈડીએ નાદિયા જિલ્લા સ્થિત શાંતિપુરના ચોધરીપાડી વિસ્તારથી મુખ્ય આરોપી ગણેશ હળદરની ધરપકડ  કરી. હળદર આ મામલે પકડાયેલો પાંચમો વ્યક્તિ છે.

મુખ્યમંત્રી મમતા બેનરજીએ શુક્રવારે પોલીસને રાજ્યમાં ઝેરી દારૂ વેચનાર દુકાનદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યાં. બર્ધમાનના કાલનામાં એક રેલીને સંબોધતા તેમણે કહ્યું હતું કે પોલીસ નિશ્ચિત રીતે આ વાતને જોશે કે ઝેરી દારૂ ક્યાંક અન્ય રાજ્યોમાંથી તો પશ્ચિમ બંગાળમાં લાવવામાં આવતો નથી ને.

(1:47 pm IST)