Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

ગોલ્ડ ડોરની આયાતને પ્રતિબંધિત શ્રેણીમાં :ઈમ્પોર્ટ માટે લાયસન્સની પડશે જરૂર

નવી દિલ્હી : સરકારે ગોલ્ડ ડોરની આયાતને પ્રતિબંધિત શ્રેણીમાં રાખી છે. ડીજીએફટીએ એક અધિસુચનામાં કહ્યુ છે કે ગોલ્ડ ડોરની આયાત નીતિ પ્રતિબંધિત છે. તેનો મતલબ છે કે હવે ગોલ્ડ ડોરની આયાત કરવા માટે લાયસન્સની જરૂર પડશે.

 ચીન પછી ભારત દુનિયાનુ બીજા નંબરનુ સૌથી મોટો સોનાનો ગ્રાહક દેશ છે. ભારત એક વર્ષમાં અંદાજે 900 ટન સોનાની આયાત કરે છે. સોનાની આયાત ઓક્ટોબર મહિનામાં મૂલ્યના સંદર્ભમાં અંદાજે 43 ટકા ઘટીને 1.68 ડોલર રહી હતી

(11:21 am IST)