Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં કમ્પ્યુટર સિસ્ટમ્સ બગડતાં વિમાન સેવા ખોરવાઈ

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આજે સાંજના સમયે કમ્પ્યુટર સિસ્ટમ બગડી જતાં એટલે કે LAN નેટવર્ક બગડી જતાં ફ્લાઈટ્સનું પ્રસ્થાન એક કલાક જેટલું મોડું થયું છે.

  જાણવા મળ્યા મુજબ કમ્પ્યુટર સિસ્ટમ બગડી જતાં તમામ એરલાઈન્સની ચેક-ઈન પ્રક્રિયાને માઠી અસર પહોંચી હતી. હાલના સમયે ચેક-ઈન પ્રક્રિયા કર્મચારીઓ દ્વારા વ્યક્તિગત રીતે કરવામાં આવી રહી છે.

(9:00 am IST)